SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સંપ્રતિ કથા ૧૧૧ એવા વચન યાદ ન આવવાથી રાજાએ આવીને પત્ર વાળીને મુદ્રિત કરી પત્રવાહકના હાથમાં ધર્યો. તેણે જઈ કુણાલને આપ્યો. તેને પણ લેખ વાંચનારને આપ્યો. પણ તે વાંચી ચૂપ થઈ ગયો. કુમારે કહ્યું પત્રને કેમ નથી વાંચતા? ત્યારે ચૂપ થઈ ગયો. તેથી જાતે લેખને વાંચ્યો. અને જોયું કે “અંધીયતાં કુમાર” તે કુમાર બોલ્યો અમારા મૌર્યવંશમાં રાજાજ્ઞા સર્વથા “અપ્રતિહત હોય છે - પાછી ન ઠેલાય”, જો હું પિતાની આજ્ઞા ઓળંગુ તો બીજો કોણ આજ્ઞા પાળશે? વળી પિતાને આ પ્રમાણે પ્રિય છે, તો એ પ્રમાણે કરવું જ જોઈએ. એમ કુણાલે તપ્ત સળીયા આંખમાં ધરબી દીધા. આ સાંભળી મહાશોકથી વ્યાપ્ત રાજાએ વિચાર્યું..... પુરુષથી મનોરથો અન્યરૂપે વિચારાય છે, ભાગ્યથી પ્રાપ્ત ભાવો અન્યરૂપે થાય છે. સહર્ષ સમૂહથી ઉદ્યત-હર્ષ પૂર્વક અવસર પામી તત્પર બનેલ (ખંતીલો) માણસ હૃદયથી અન્યરૂપે વિચારે છે. વિધિવશે કાર્યારંભ અન્યરૂપે પરિણમી જાય છે. (૧૦૫) અંધને રાજ્ય નકામું છે. તેથી આને એક ગામ આપ્યું. કુણાલની સાવકીમાના પુત્રને કુમારભક્તિની (માટે) ઉજ્જૈની નગરી આપી. કુણાલ પણ ગાંધર્વ કલામાં ઘણો કુશલ હોવાથી ગાંધર્વ ગીતો ગાવામાંજ મસ્ત રહે છે. આ અરસામાં પેલા ભીખારીમાંથી મુનિ બનેલનો જીવ અવ્યક્ત ચારિત્રના પ્રભાવે કુણાલની પત્ની શરદશ્રીનાં કુખે પુત્રરૂપે અવતર્યો. બે મહીનાં થતા જિનપૂજા, સાધુને દાન આપવું ઈત્યાદિ દોહલા થયા. કુણાલે યથાશક્તિથી પૂરા કર્યા. કાલક્રમે પુત્રને જન્મ આપ્યો ત્યારે “સાવકી માતાનાં મનોરથોને ધૂળભેગા કરું અને પોતાનાં રાજ્યને લઉં.” એમ વિચારી અજ્ઞાત વેશે ગામથી કુણાલ નીકલ્યો. ગાંધર્વ ગીતો ગાતો પાટલિપુત્ર નગરે પહોંચ્યો. ત્યાં પણ મંત્રી સામંત વિગેરેના ઘેર ગીત ગાઈ સર્વને ખુશ કર્યા. તેથી સર્વજનો કહેવા લાગ્યા કે છૂપા વેશે હાહા કે હુહુ આવ્યા લાગે છે અથવા શું તુંબરુ સ્વયં તો આવ્યો નથી ને ? શું આ ગંધર્વ છે? શું આ કિન્નર છે? કે શું આ માણસ છે? એમ બોલતા લોકોનો અવાજ રાજા પાસે પહોંચ્યો. કુતુહલથી રાજાએ તેને બોલાવ્યો અને પર્દાની અંદર રહીને કુણાલ ગાવા લાગ્યો. કારણ રાજાઓ વિકલ ઈન્દ્રિયવાળા માણસોને જોતાં નથી. તેથી તેને પર્ધામાં રાખ્યો. તેનાં ગીતગાનથી રાજા ઘણો જ પ્રસન્ન થયો, અને કહ્યું કે હે ગંધર્વ! તું વરદાન માંગ જેથી હું તને આપું. (૧૧૦) ત્યારે કુણાલે કહ્યું. ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારનો પૌત્ર તેમજ અશોકગ્નીનો અંધપુત્ર કાકિણી માંગે છે.” અશ્રુભીની નેત્રવાળાં રાજાએ પણ પોતાનો પુત્ર જાણી પરદો દૂર કરી પોતાનાં ખોળામાં બેસાડ્યો. હે પુત્ર ! તું તો આંખે અખમ હોવાથી રાજયને લઈ શું કરીશ? તાત ! મારો પુત્ર રાજય કરશે? રાજા- પુત્ર ક્યારે થયો. સંપ્રતિ (હમણાં) જ થયો છે. તેથી રાજાએ તેનું સંમતિ નામ પાડ્યું. દશ દિવસ થતાં જન્મ સંબંધી દશ દિવસનો વ્યવહાર કરીને બોલાવીને રાજયે સ્થાપ્યો. અનુક્રમે તે પ્રચંડ શાસનવાળો “અર્ધભરત” નો સ્વામી બન્યો. અને ઘણાં અનાર્ય દેશોને પણ બલથી વશ કર્યા. એક વખત રાજા ઉજૈનીમાં હતો ત્યારે જીવંતસ્વામીની પ્રતિમાને વાંદવા માટે સંયમના પાલન પૂર્વક વિહાર કરતાં કરતાં આર્યસુહસ્તિસૂરિ પધાર્યા. બજારમાંથી પસાર થતાં તેમને
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy