________________
મૂળશુદ્ધિ ભાગ-૧
| ગઈ નઈ નમઃ | શ્રી બુદ્ધિતિલકશાતિરનેશેખરગુરુભ્યો નમઃ
શ્રી પ્રદ્યુમ્નસૂરિવિરચિત
મૂલશુદ્ધિ પ્રકરણ” : વસ્તિત્વે ચૈતરી. ......... સન્ પ યોr I”
આખું પૃથ્વી મંડલ ચલાયમાન થાય તે રીતે જે પ્રભુએ બાળપણમાં મેરુપર્વતને કંપાવીને ઇન્દ્રના મનમાં સમ્યકત્વ શુદ્ધ કર્યું, તે ચરમ જિનપતિ વર્ધમાન સ્વામીને નમીને સ્વગુરુ ચરણયુગલની સદ્ભક્તિના યોગથી સ્વશક્તિ પ્રમાણે મૂળશુદ્ધિની સ્પષ્ટ વ્યાખ્યા હું કરીશ...
સુગૃહીત નામધેય ભગવાન શ્રીમદ્ પ્રદ્યુમ્નસૂરિએ શ્રાવક પ્રતિમાના સંક્ષિપ્ત - ટૂંક સ્વરૂપને જાણવાની બુદ્ધિવાળા શ્રાવકની વિનંતીથી ટૂંકાણમાં જ તેના સ્વરૂપને કહેવાની ઇચ્છાવાળા સર્વજ્ઞ પ્રભુએ ભાખેલ પ્રવચનમાં પ્રતિપાદન કરાયેલ વિવિધ ગોષ્ઠી વડે “મિથ્યાત્વ અંધકારના ઘાટા પડથી જેમનું આંતર (સમક્તિ) દર્શન ઢંકાઈ ગયું છે” એવા અનેક ભવ્ય જીવોને જાણીને (પ્રજ્ઞાપના વગેરે) શાસ્ત્રમાં એવા અનેક કથાનક-ઘટનાઓ-પદાર્થો બતાવ્યા છે કે જેના આધારે ખબર પડે છે કે અનેક ભવ્ય જીવો પણ મોહ અને અજ્ઞાનતાના કારણે મિથ્યાત્વના અંધારામાં અટવાઈ રહેલા છે. તેઓ માટે દર્શનપ્રતિમાનું સ્વરૂપ કિરણ સમાન છે, કારણ કે તેનાથી મિથ્યાત્વ અંધકાર ભાગી જાય છે. તેમને પ્રતિબોધ કરવા માટે સૂર્ય જેમ દેદીપ્યમાન કિરણ સમૂહને પ્રગટ કરે તેમ શરૂઆતમાં જ ટૂંકમાં દર્શનપ્રતિમાના સ્વરૂપને બતાવનાર મૂલશદ્ધિ નામનો ગ્રંથ રચવાનો આરંભ કર્યો છે. ઘણાં ભવ્ય જીવોને મિથ્યાત્વના અંધકારથી ઘેરાયેલા જોઈને તેમને બોધ પમાડવા સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલા શાસ્ત્રનાં પ્રતિપાદનના આધારે દર્શનની પ્રતિમાઓનું વિશેષ સ્વરૂપે પ્રગટ કરતું “મૂળશુદ્ધિ નામનું પ્રકરણ લખ્યું છે.
આ પ્રકરણનું સ્થાનક એવું બીજું નામ છે અને સૂર્ય જેમ પ્રકાશ દ્વારા અંધકાર દૂર કરે, તેમ આ ગ્રંથ ભવ્યજીવોનો અજ્ઞાનનો અંધકાર નાશ કરે છે.
આ ગ્રંથ સમ્યકત્વની શુદ્ધિ વગેરેનું પ્રતિપાદન કરતો હોવાથી સ્વર્ગ અપવર્ગ સાથે જોડાવામાં હેતુભૂત બને છે, તેથી કલ્યાણરૂપ છે. માટે તેમાં વિદ્ગો સંભવે છે કારણ કે કહ્યું છે કે
મહાપુરૂષોના પણ શુભ કાર્યો ઘણાં વિપ્નવાળા હોય છે અને અકાર્ય પ્રસંગે [વિનનો નાશ કરનારા ગણેશો- વિનાયકો આવી જાય છે] વિનાયકો - વિજ્ઞકરનારા ક્યાય જતા રહે છે- નડતા નથી. તેથી વિનરૂપી વિરુદ્ધદેવની ઉપશાંતિ માટે મંગલ કરવું જરૂરી છે. પ્રયોજન વગેરેથી રહિત શાસ્ત્રમાં બુદ્ધિશાળી માણસો પ્રવૃત્તિ કરતાં નથી.
કહ્યું છે કે... દરેક શાસ્ત્ર તેમજ કોઈપણ કાર્યનું જયાં સુધી પ્રયોજન દર્શાવીએ નહિ ત્યાં સુધી તેને કોણ ગ્રહણ કરે? જે શાસ્ત્રમાં રચવાનું પ્રયોજન અને શાસ્ત્રોનો સંબંધ પ્રારંભમાં બતાવ્યો હોય તેવાં શાસ્ત્રને સાંભળવા શ્રોતાઓ ઉત્સુક બને છે, તેથી શાસ્ત્રની શરૂઆતમાં પ્રયોજન સહિત સંબંધ કહેવો જોઈએ.
પ્રયોજનના પ્રતિપાદન માટે અને વળી “શિષ્ટ પુરૂષો કોઈક ઈષ્ટ વસ્તુમાં પ્રવૃત્ત થતા ઈષ્ટ