SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ અવ્યક્ત સામાયિકના પ્રભાવે “અંધકુણાલનો પુત્ર થયો. તે કુણાલ કોણ હતો? તે અંધ કેવી રીતે થયો. તે કહે છે... આ ભરતક્ષેત્રમાં ગોલ્લ દેશમાં ચણક ગામ છે. ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ, અથર્વણ વેદને જાણનારા, શિક્ષા, વ્યાકરણ, કલ્પ, છંદ, નિરુક્ત - વેદાંગશાસ્ત્ર વિશેષ અને જ્યોતિષમાં વિદ્વાનું, મીમાંસાનો જ્ઞાતા, ન્યાયવિસ્તારનો વેત્તા અને પુરાણ વ્યાખ્યાનમાં નિપુણ, ધર્મશાસ્ત્રનાં વિચારમાં ચતુર ચણી નામે બ્રાહ્મણ છે. જે મહાશ્રાવક છે. તેનાં ઘેર શ્રુતસાગર નામનાં સૂરીભગવંત રહ્યા. તેની પત્ની સાવિત્રીએ દાઢાવાળાપુત્રને જન્મ આપ્યો હતો. બાર દિવસ થતા તેનું ચાણક્ય નામ પાડ્યું. તે પુત્રને સૂરીશ્વરનાં ચરણસ્પર્શ કરાવ્યા અને દાઢાની વાત કરી. આચાર્યે કહ્યું “આ રાજા થશે.” બ્રાહ્મણે ઘેર જઈ વિચાર્યું આ તો મોટું કષ્ટ આવ્યું કે મારો પુત્ર થઈને પણ અનેક અનર્થ તથા મહાઆરંભ વિ. પાપસ્થાનના કારણભૂત એવાં રાજ્યને કરશે. તેથી આવું કરું કે જેથી આ રાજ્યને ન કરે ! તેથી તે પુત્રની દાઢાને શિલાથી ઘસી નાંખી અને ગુરુને તે બીના કહી. ગુરુએ કહ્યું તે ખરાબ કર્યું. અન્યભવનાં કર્મથી ઉપાર્જિત જે સુખ કે દુઃખ આ જીવલોકમાં જે જીવને પ્રાપ્ત કરવાનું હોય તે નાશ કરવા કોઈ શક્તિમાન નથી. “જે કર્મ, જેણે જયારે, જે રૂપે, બાંધ્યા હોય તે કર્મ તેણે ત્યારે તે રીતે ભોગવવાનું હોય છે.” એમાં કોઈ સંશય નથી. કુલપર્વતને ભેદી નાંખે એવાં વેગવાળા તરંગોથી સામે આવતો સમુદ્ર અટકાવી શકાય. પણ અન્ય જન્મમાં પેદા કરેલા શુભાશુભ દિવ્ય પરિણામ કોઈ ફેરવી ન શકે. તેથી આ બાળક પડતરિએણ - પર્દાની પાછળ રહી રાજા જેવું કામ કરનાર અવશ્ય થશે. (એટલે પ્રગટ રીતે રાજા નહિ બને પણ સર્વ સત્તા તેનાં હાથમાં હશે.) તે ચાણક્ય અનુક્રમે યૌવનવય પ્રાપ્ત કરી ચૌદ વિદ્યાનો પારગામી થયો. સમાનકુલ શીલવાળી સ્ત્રી સાથે લગ્ન લેવાયાં. પિતા મૃત્યુ પામ્યા. શ્રાવક હોવાના લીધે અલ્પધન સામગ્રીમાં સંતોષ માનવાવાળો હતો. એ પ્રમાણે કાલ જતાં એક વખત પત્ની ભાઈનાં લગ્ન પ્રસંગે પિયરે ગઈ. પૈસાદારને ત્યાં પરણાવેલી તેણીની અન્ય બહેનો પણ આવી. તેઓનો મા-બાપે બધા પ્રેમ આદરભાવ કરવા લાગ્યા. કોઈ તેમના પગ ધોવે છે. કોઈ સુગંધી તેલથી માલિશ કરે છે. વિવિધ પ્રકારની (ઉવર્તન) સુગંધી વસ્તુથી-ચણાનો લોટ વગેરે માલિશ દ્રવ્યથી મેલ દૂર કરે છે. કોઈ હરાવે છે. કોઈ વળી વસ્ત્ર, ઘરેણાં વિગેરે આપે છે. ભોજન શયનમાં પણ કુટુંબજનો પ્રયત્નથી ગૌરવ આપે છે. અને બધા ઘણા જ આદરભાવથી એમની જોડે અનેક જાતના ઉલ્લાસ કથા = વાતોચીતો કરતા બોલે છે. ચાણક્યની પત્ની તો નિર્ધન હોવાથી વચનમાત્રથી પણ કોઈ ગૌરવ આપતું નથી. તેનો કોઈ ભાવ પણ પૂછતું નથી. તેમજ તેનું કોઈ કામ કરતું નથી. એકલીજ એક ખૂણામાં બેસી રહે છે. વિવાહ પૂરો થતાં વિદાય આપવાં અન્ય બહેનોને તો વિશિષ્ટ જાતિનાં વસ્ત્ર, આભરણો આપી આદર સત્કાર કર્યો. પણ પેલીને (ચાણક્યની પત્નીને) તો સામાન્ય થોડા વસ્ત્રો ઓપ્યા. તેણીને મનમાં લાગ્યું કે દારિદ્રયને ધિક્કાર હો. જેને લીધે મા-બાપ પણ આવો તિરસ્કાર કરે છે. આર્ત - દુર્વાર પીડાને વશ થયેલી મહાચિંતા સાગરમાં ડૂબેલી સાસરે ગઈ.
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy