SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ગયા. “ત્રણ કાલને જાણનારા કેવલી પધાર્યા છે.” એવી વાત નગરમાં પ્રસરી તે સાંભળી સંકાશ પણ વાંદવા ગયો. 1 કેવલી ભગવંતે દેશના આપી ! અસાર સંસારમાં ભમતાં જીવોનું જે અન્યભવમાં ઉપાર્જન કરેલું કર્મ છે, તેને કોઈ નાશ કરી શકતું નથી. જગતમાં જીવોને જે મહાભયંકર દુઃખ પ્રાપ્ત થાય છે. તે સર્વ અન્ય ભવમાં ઉપાર્જન કરેલાં પાપકર્મનું ફળ છે. . આ અરસામાં પ્રસ્તાવ (અવસર) જાણી સંકાશે પૂછયું - હે ભગવન્! જો આ પ્રમાણે છે તો મેં અન્યભવમાં શું પાપ કર્મ કરેલું કે જેનો આવો દારુણ વિપાક હું ભોગવું છું. ત્યારે કેવલી ભગવંતે વિસ્તાર પૂર્વક દેવદ્રવ્યના ભક્ષણથી થયેલી ભારે દુઃખવાળી પૂર્વભવની પરંપરા કહી. તે સાંભળી સંવેગ પામેલો સંકાશ આત્માને નિંદવા લાગ્યો. હા હા ! હું અનાર્ય, પાપિઇ, લજજા વગરનો, અકૃતાર્થ (કોઈપણ જાતની સફળતાની પ્રાપ્તિ વગરનો), નિર્મ, મર્યાદા વગરનો, પુરુષાધમ અધન્ય છું. જે કારણે મેં મનુષ્ય જન્મમાં કુલ, શીલ, નિજ ધર્મ પ્રાપ્તકરીને, સિદ્ધાંતને જાણીને પણ લોભ વશ થઈ મૂઢમને દેવદ્રવ્ય ભોગવ્યું, જે આવા દુઃખ આપનારું થયું. તેથી ભગવન્! મને કોઈ ઉપાય બતાવો. જેનાથી વિચારતા પણ ભય ઉપજાવે એવા તે કર્મને સર્વથા ક્ષય કરી દઉં. (૨૦) ભગવાન બોલ્યા - ચૈત્યદ્રવ્યની વૃદ્ધિ કર !" જેથી તે કર્મ દૂર થઈ જાય, તેથી તેણે કેવલી ભગવંતના ચરણમાં અભિગ્રહ લીધો કે ભોજન વસ્ત્ર પાત્રના ખર્ચને મૂકી બાકી જેટલું દ્રવ્ય હું કમાઉં તે સર્વ ચૈત્ય દ્રવ્ય કરીશ. ત્યાર પછી અચિન્હ માહાભ્યથી અભિગ્રહથી ઉપાર્જિત કુશળકર્મવાળા તેનો વૈભવ વધવા લાગ્યો. ચૈત્ય નિમિત્તે જેવી રીતે ઉપયોગી બને તેમ કરીશ. વૈભવ વિસ્તાર જોઈ હર્ષાવેશથી વધતાં જતાં શુભ પરિણામના લીધે રોમાંચિત ગાત્રવાળો જિનભવન વિ.માં સ્નાત્રપૂજન બલિવિધાન વિ. કરે છે. અષ્ટાલિકા મહોત્સવ પ્રવર્તાવે છે. જિનાલયો અક્ષયનિધિ કર્યા (જિનાલયોના ભંડારો ધનથી ભરપૂર કર્યા) અને જીર્ણોદ્ધાર કરાવે છે. એ પ્રમાણે અમ્મલિત રીતે પ્રવૃત્તિ કરવા છતાં લક્ષ્મી ઘણી વધવા લાગી ત્યારે નિરતિચાર અભિગ્રહ પાળવાની બુદ્ધિથી પ્રસ્તુત પ્રકરણમાં વર્ણવેલાં જિનાલયો સરખા અનેક જિનભવનો કરાવ્યા. તેમાં પૂર્વે વર્ણિત તેવાં જિનબિમ્બો પ્રતિષ્ઠિત કર્યા. ભય જોયેલો હોવાથી પ્રયત્નથી જિનાલયના પરિભોગથી દૂર રહે છે. આજ કથાનકમાં ઉપદેશપદમાં કહ્યું છે કે .... નિઠિવણાઈ અકરણો” થુંકવું, ઝાડો, પેશાબ, ભોજન વિ.નો ત્યાગ અસક્કહા-વિકથા, અનુચિત આસને બેસવું તેમજ સુવું ઇત્યાદિનો જિનાલયમાં ત્યાગ કરવો. તેમાં દેવો ઉદાહરણરૂપે છે. વિષયવિષને વશ થયેલાં ઉત્કટરાગવાળા દેવો પણ જિનાલયમાં ક્યારે પણ અપ્સરા સાથે હાસ્યક્રીડા વિ. કરતા નથી. જેમ તે દેવો નથી કરતા તેમ આજના પુરુષોએ પણ સ્ત્રીઓ સાથે તે બધાનું જિનાલયમાં વર્જન કરવું. એ પ્રમાણે તે મહાનુભાવ આશાતનાને વર્જતો વિધિમાં તત્પર બની ધર્માનુષ્ઠાન કરતો જ ભવપર્યન્ત વિશુદ્ધ રીતે અભિગ્રહ પાળી આરાધક થયો. “ઇતિ સંકાશ કથા સમાપ્ત” સંકાશની કથા પુરી થઈ, હવે સંપ્રતિરાજાની કથા કહેવાય છે...
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy