________________
મૂળશુદ્ધિ ભાગ-૧ પાપ થાય છે. આ ધર્મ રહસ્ય બુદ્ધિશાળીએ જાણવું જોઈએ. વિધિથી કરાતું અનુષ્ઠાન જ ફળદાયક બને છે. કહ્યું છે કે .... . વિધિથી કરાતું સર્વ ધર્માનુષ્ઠાન ફળ આપનારું બને, માટે તેમાંજ યત્ન કરવો જોઈએ ! (૨૭૩૬) શ્લોકનો અર્થ પૂરો.
કેવી સંપત્તિથી કેવા ચિત્તથી કેવા આદરભાવથી તેમજ કોનો દાખલો લઈ જિનભવનો કરાવવા, હવે તે જણાવે છે...
जन्मंतरोवत्तमहंतपुण्णसंभारसंपत्तसुसंपयाए । सुहासएणं परमायरेणं, संकासजीवो णिवसंपई वा ॥३७॥
ગાથાર્થ – જન્માંતરમાં ઉપાર્જેલ મોટા પુણ્ય દ્વારા પ્રાપ્ત શ્રેષ્ઠ લક્ષ્મીથી તેમજ શુભ આશયથી અને પરમ આદરથી સંકાશ શ્રાવક કે સંપ્રતિ રાજાની જેમ જિનભવનો બનાવવા જોઈએ. / I
જેથી કહ્યું છે કે – હું જિનાલય બનાવીશ તો અહિં પરમાત્માના દર્શન વંદન માટે પુણ્યશાળી, ઐશ્વર્યાદિવાળા, ગુણરત્નના ભંડાર, મહાસત્ત્વશાળી એવાં સાધુઓ આવશે, તો મને પણ તેઓશ્રીના દર્શન વંદનનો લાભ મળશે.” આવી શુભ ભાવનાથી જિનાલય બનાવવું જોઈએ. પણ અશુભ ભાવથી ન બનાવવું, કારણ કે સંકલિષ્ટ ચિત્તવાળો, ધર્માનુષ્ઠાન કરવા છતાં તેનાં ફળને મેળવી શકતો નથી.
ઉપદેશપદમાં કહ્યું છે. અશુભ આશયવાળાને તપ, સૂત્ર, વિનય, પૂજા રક્ષણ માટે થતાં નથી. જેમાં ક્ષપક, આગમન, વિનયરન અને કુંતલાદેવી જેવા ઉદાહરણો પ્રસિદ્ધ જ છે.
અશુભમનવાળો જે પુણ્ય (ધર્મ) કરે છે, તે દોષ કરનારું બને છે. જેમ નવા તાવમાં આપેલ સારી દવા નુકશાન કરે છે તેમ. તેમજ સર્વ ક્રિયા આદરપૂર્વક કરવી જોઇએ. અનાદરથી કરાતું ઈહલોક સંબંધી કાર્ય પણ ફળ આપવા સમર્થ બનતું નથી. તો પછી પરલોકમાં સુખકારી એવાં ધર્મ અનાદરથી કરીએ તો ક્યાંથી ફળ આપનાર બને?
દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર સંકાશ શ્રાવક અને મોર્યવંશમાં પેદા થયેલ સંપ્રતિરાજાના કૃત્યનો ભાવાર્થ જાણવા; તેની કથા કહે છે.
(“સંકાશ શ્રાવક કથા) આજ જંબુદ્વીપમાં નગરી યોગ્ય અનેક ગુણોથી ભરેલી ગંધિલાવતી નામે નગરી છે. તેમાં સમકિત સાથે બાર વ્રતને સ્વીકારનાર, જીવાદિપદાર્થને જાણવાવાળો, સર્વજ્ઞભાષિત અનુષ્ઠાનમાં રક્ત, સુસાધુઓનો ભક્ત, જેનાં શરીરનાં રોમેરોમમાં જિનશાસને વસેલું છે, સુપાત્ર દાન દેવામાં મગ્દલ, શત્રુમિત્રને સરખા ગણનારો, જિનવંદન પૂજામાં યત્નશીલ-આસક્ત, એટલે કે સર્વ ગુણ સમુદાયનો આધાર, એવાં પવિત્ર મનવાળો સંકાશ નામે શ્રાવક છે.
ત્યાં શક્રાવતાર નામે જિનાલય છે. તે પવનના કારણે ઉંચા શિખરે ફરકતી ધજાવાળું, સેંકડો સુંદર આકૃતિઓથી ભરપૂર, શરદઋતુના વાદળાં જેવું સ્વચ્છ છે. તેનાં વહીવટમાં ઘણું દ્રવ્ય જમા રહેલું છે. જાણે કૈલોક્યની લક્ષ્મીની શોભાના સમુદાયનાં સારભૂત પદાર્થથી ઘડેલું એવું જિનભવન છે.