________________
મૂળશુદ્ધિ ભાગ-૧
૯૩ चउव्विहाऽऽउज्जसुवज्जिराइं, गंधव्व-गीयद्धणिउद्धराई । णिच्चं पणच्चंतसुनाडगाई, कुइंतरासासहसाऽऽउलाई ॥३२॥ वंदंत पूयंत समोयरंत, रंगंत वग्गंत थुणंतएहि । णच्चंत गायंत समुप्पयंत, उक्किट्ठिनायाइकुणंतएहि ॥३३॥ देवेहिंदेवीहि य माणवेहि, नारी तिरिक्खेहि य उत्तमेहिं । भत्तीऐ कोऊहल णिब्भरेहि, लक्खेहिँ कोडीहि समाकुलाई ॥३४॥
ગાથાર્થ – તત-વીણાવિગેરે, વિતત- તબલાવિ., ઘન-તાલ-મંજીરાવિ., શુષિર - વાંસળી વગેરે આવા ચાર પ્રકારનાં વાજીંત્રના પડઘાથી સંગીત લહેરાવતા ગંધર્વ અને મનુષ્યના ગીતના મૂડ્ઝના વગેરે ગીત ધ્વનિથી અતિશય સોહામણા શાનદાર નાટકો ભક્તજનોવડે સદા જેમાં થઈ રહ્યા હોય. હજારો લોકો ઉછળીને જેમાં રાસડા લેતાં હોય, ગરબા ગાતાં હોય, ચૈત્યવંદન કરતા, પૂજા કરતાં, આકાશથી ઉતરતાં, અહીં તહીં ધીરે ધીરે ચાલતાં, કૂદકા મારતાં, સ્તુતિ કરતાં, નૃત્ય કરતાં, ગીત ગાતાં, આકાશમાં ઉડતા, સિંહનાદ વિ. મોટા નાદને કરતાં, તથા ભક્તિ અને કૌતુકવાળાં એવાં લાખો ક્રોડો પ્રધાન દેવ દેવી વિદ્યાધર મનુષ્યો અને ઉત્તમજાતિના તિર્યચોથી ખીચોખીચ ભરેલા !
કયા જિનાલયોને દાખલારૂપે લઈ દેરાસર બનાવવા જોઈએ? એથી કહે છે विमाणमाला-कुलपव्वएसं, वक्खार-नंदीसर मंदरेसुं । अट्ठावए सासय-ऽसासयाई, जिणालयाई व महालयाई ॥३५॥
દેવલોકનાં વિમાનની શ્રેણી, હિમવંત વગેરે વર્ષધર પર્વત, વક્ષસ્કાર, આઠમો નંદીશ્વર દ્વીપ, મેરુપર્વત, અયોધ્યાની નજીક વૈતાઢયના માર્ગમાં આવેલ અષ્ટાપદ પર્વત, ઉપલક્ષણથી શત્રુંજય વિ. ઉપર રહેલાં શાશ્વતાં - અશાશ્વતાં ચૈત્યો જેવાં, આવા પ્રકારના મહાન તથા શોભાદાયક મંદિરો બનાવવા. તે કયા સ્થાનોમાં બનાવવાં તે નીચેની ગાથાથી જણાવે છે.
उत्तुंगसिंगेसु महागिरीसु, पुरेसु गामा-ऽऽगर-पट्टणेसु । पए पए सव्वमहीयलम्मि, गिही विहाणेण विहावएज्जा ॥३६॥
ગાથાર્થ = ગગનચુંબી ગિરનાર જેવાં પર્વતનાં શિખરો ઉપર, તેમજ અયોધ્યા, અવન્તી વગેરે પુર, શાલિગ્રામ વગેરે ગ્રામ બુદ્ધિ વગેરે ગુણોને ખાઈ જાય તે ગામ, જ્યાં મીઠું વગેરે પેદા થતું હોય તે શાકંભરી વિ. આકર સ્થાનમાં, જલ અને સ્થલ બને માર્ગથી યુક્ત તે ભરુચ વગેરે પત્તનમાં, ઘણું શું કહીયે, ડગલેને પગલે વિધિપૂર્વક મંદિરો બનાવી ગૃહસ્થ ભૂમિને મંડિત કરવી જોઇએ. ગૃહસ્થ જ આ કરવાનું છે.
પંચાશક ગ્રન્થમાં જિનભવનના વિધિમાં કહ્યું છે કે ... સુખીસ્વજનવાળો, કુલવાન, પૈસાદાર, અતુચ્છ-હલકા નહિ પણ ઉમદા વિચારવાળો, બુદ્ધિશાળી, બલવાન, મતિમાન, ધર્મરાગી, ગુરુપૂજા કરવામાં રુચિ ધરાવનાર, શુશ્રષા-સાંભળવાની ઇચ્છાવિ. ગુણોથી યુક્ત, જિનાલય કરાવવાની વિધિને જાણનારો, આજ્ઞાપ્રધાન એવો ગૃહસ્થ જિનભવન નિર્માણમાં અધિકારી છે.
અયોગ્ય-અનધિકારી વડે કરાતું જિનભવન દોષ માટે થાય છે.
હરિભદ્રસૂરિ પંચાશકમાં દર્શાવે છે કે - અધિકારીએ જ આ કરવું જોઈએ. આજ્ઞાભંગાદિ દોષનું વર્જન કરવું જોઈંએ, ધર્મ આજ્ઞાની સાથેજ રહેલો છે. આજ્ઞાની આરાધનાથી પુણ્ય અને વિરાધનાથી