________________
ઉ
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૪૮ અવતરણિકાર્ય :
अथ भगवति चित्तावस्थिते फलमाह - અવતરણિકા :
હવે ભગવાન ચિતમાં અવસ્થિત હોતે છતે ફલનેeતેનાથી પ્રાપ્ત થતા ફલને, કહે છે – ભાવાર્થ :
સૂત્ર-૩૯માં કહેલ કે ભાવનાજ્ઞાનની પ્રાપ્તિનો હેતુ ભગવાનનાં વચનના ઉપયોગપૂર્વકની કરાયેલી વિહિત પ્રવૃત્તિ છે અને જે મહાત્માઓ સર્વ ક્રિયાઓ ભગવાનનાં વચનના સ્મરણપૂર્વક કરે છે તેઓને તે ક્રિયાની પ્રાપ્તિ પૂર્વે ભગવાનનું સ્મરણ થાય છે અને ભગવાનના સ્મરણને કારણે તેઓના ચિત્તમાં ભગવાન સદા વર્તે છે, તેથી હવે ચિત્તમાં ભગવાનની વિદ્યમાનતાના કારણે શું ફલ પ્રાપ્ત થાય છે તે બતાવે છે – સૂત્ર :
हदि स्थिते च भगवति क्लिष्टकर्मविगमः ।।४८/४१५ ।। સૂત્રાર્થ :
અને ભગવાન હૃદયમાં હોતે છતે વચનના મરણપૂર્વક કરાયેલી ધર્મની પ્રવૃત્તિકાળમાં ભગવાન હૃદયમાં હોતે છતે ક્લિષ્ટકર્મોનું વિગમન થાય છે–વીતરાગતુલ્ય થવામાં બાધક એવાં ક્લિષ્ટકર્મો ક્રમસર ક્ષીણ ક્ષીણતર થાય છે. ll૪૮/૪૧૫l ટીકા :
प्रतीतार्थमेव, परं क्लिष्टं कर्म तदुच्यते यत् संसारवासैकनिबन्धनमिति ।।४८/४१५।। ટીકાર્ય :
પ્રતીતાર્થમેવ ..... સંસારંવાનિવચનતિ . પ્રતીત અર્થ જ છે=સૂત્રનો અર્થ પ્રતીત અર્થવાળો જ છે, કેવળ ક્લિષ્ટ કર્મ તે કહેવાય છે જે સંસારવાસનું એક કારણ છે. ૪૮/૪૧ પા. ભાવાર્થ :
જે મહાત્માઓ સંયમની સર્વ ક્રિયાઓ કે શ્રાવકાચારની સર્વ ક્રિયાઓ ભગવાનનાં વચનના સ્મરણપૂર્વક કરે છે ત્યારે પ્રથમ ભગવાને આ ક્રિયા “આ બહિરંગ વિધિથી અને આ અંતરંગ વિધિથી' આ પ્રમાણે કરવાની કહી છે તેનું સ્મરણ કરે છે ત્યારે વીતરાગનું સ્મરણ થવાથી તે મહાત્માના હૈયામાં વીતરાગ સંસ્થિત થાય છે અને ક્રિયાકાળમાં આ ક્રિયા દ્વારા હું વીતરાગ થવા યત્ન કરું તે પ્રકારનો ઉપયોગ હોવાથી તે મહાત્માના હૈયામાં સદા વીતરાગ સંસ્થિત છે અને તેના કારણે સંસારના વાસનું સંસારમાં દીર્ઘકાળ રહેવાનું, એક કારણ એવું ક્લિષ્ટ કર્મ નાશ પામે છે જેથી તે મહાત્માનો સંસાર પ્રતિક્ષણ તે પ્રકારના ઉપયોગના બળથી ક્ષીણ ક્ષીણતર થાય છે. II૪૮/૪૧પ