SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧| સૂત્ર-૪૭ ટીકાર્ય : શુદ્ધ તિર્મારણતયા માવઃ જે દ્રવ્યસ્તવનું શુદ્ધયતિધર્મના કારણપણાથી વિધાન હોવાના કારણે દ્રવ્યસ્તવ ઉપદેશની પાલનારૂપ છે એમ અત્રય છે. આ અર્થને સ્પષ્ટ કરે છે – જયારે વિષયપિપાસાદિ કારણો વડે સાધુધર્મરૂપ પર્વતના શિખર ઉપર આરૂઢ કરવા અસમર્થ અને ધર્મ કરવાની ઇચ્છાવાળો પ્રાણી છે ત્યારે મોટા સાવઘાંતરથી નિવૃત્તિના અન્ય ઉપાયને નહિ જોતા એવા અરિહંત ભગવાને સઆરંભરૂપ દ્રવ્યસ્તવનો ઉપદેશ આપ્યો છે. જે આ પ્રમાણે – જિનભવનને, જિનબિંબને, જિનપૂજાને અને જિનમતને જે કરે છે તેને મનુષ્યનાં, દેવલોકનાં, મોક્ષ સુખરૂપ ફલો હાથમાં રહેલા છે. ર૧૦મા" ). અને આ રીતે=ભાવસ્તવના અંગપણારૂપે દ્રવ્યસ્તવ છે એમ પૂર્વમાં કહ્યું એ રીતે, દ્રવ્યસ્તવ ભગવાનના ઉપદેશની પાલનારૂપ છે એ પ્રકારનો ભાવ છે. ૪૭/૪૧૪ ભાવાર્થ: અઢાર હજાર શીલાંગના પૂર્ણ પાલનરૂપ જે શુદ્ધ યતિધર્મ છે તેના કારણરૂપે દ્રવ્યસ્તવનું વિધાન શાસ્ત્રમાં છે. આ પદાર્થને જ ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – કોઈક જીવ સંસારના પારમાર્થિક સ્વરૂપને જાણીને સંસારથી વિસ્તાર થવા અર્થે ધર્મ કરવાની ઇચ્છાવાળો થયો છે. આમ છતાં વિષયોની ઇચ્છા ઘણી છે તેના કારણે સાધુધર્મરૂપ પર્વતના શિખર ઉપર આરોહણ કરવા સમર્થ નથી એવા યોગ્ય જીવને મોટા સાવઘાંતરથી નિવૃત્તિનો ઉપાય દ્રવ્યસ્તવથી અન્ય નથી તેમ જોનારા ભગવાને સદુઆરંભરૂપ દ્રવ્યસ્તવનો ઉપદેશ આપ્યો છે અને કહ્યું છે કે જે જીવો જિનભવનનું નિર્માણ કરે, જિનબિંબનું નિર્માણ કરે કે જિનપૂજા કરે કે જિનમતરૂ૫ સક્શાસ્ત્રોનું અધ્યયન કરે તેવા જીવોને મનુષ્યનાં સુખોરૂપી ફળ, દેવલોકનાં સુખોરૂપી ફળ અને મોક્ષના સુખરૂપ ફળ હાથમાં રહેલા છે. આનાથી એ ફલિત થાય કે મોક્ષની પ્રાપ્તિના એક ઉપાયરૂપ શુદ્ધ સાધુધર્મ છે અને તેની પ્રાપ્તિનો હેતુ દ્રવ્યસ્તવ હોવાને કારણે જિનભવન આદિનું નિર્માણ કરવાની વિધિ છે; કેમ કે મોક્ષના સુખની પ્રાપ્તિ ૧૮ હજાર શીલાંગના પાલનરૂપ શુદ્ધધર્મ વગર થઈ શકે નહિ. વળી, જિનભવનનિર્માણથી મોક્ષસુખ મળે છે એ વચનથી જ સિદ્ધ થાય છે કે મોક્ષસુખના કારણ એવા સંયમનું કારણ દ્રવ્યસ્તવ છે. આ રીતે દ્રવ્યસ્તવ પણ ભગવાનના ઉપદેશના પાલનરૂપ જ છે; કેમ કે ઉચિત દ્રવ્યસ્તવથી ક્રમે કરીને અવશ્ય મોક્ષસુખની પ્રાપ્તિ થશે. I૪૭/૪૧૪
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy