________________
૩૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૨૧, ૨૨ સૂત્રનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે –
જીવનું છપસ્થપણું હોવાને કારણે ચારિત્રવાળા મહાત્મા કોઈક અર્થમાં અનાભોગવાળા હોય તોપણ ગીતમાદિ મહામુનિની જેમ તેવા પ્રકારના આત્યંતિક બાધક કર્મના અભાવને કારણે=પોતાના વિપરીત બોધરૂપ અનુચિત પ્રવૃત્તિમાં અભિનિવેશ કરાવે તેવા પ્રકારના બાધક કર્મનો અત્યંત અભાવ હોવાને કારણે, સમ્યગ્દર્શન આદિરૂપ સ્વસ્વભાવ અપકર્ષતે પ્રાપ્ત કરતો નથી.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૧/૩૮૮ ભાવાર્થ
જે મહાત્માઓ સંસારથી અત્યંત ભય પામેલા છે તેઓ સર્વ ઉદ્યમથી ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે, જાણીને સ્થિર કરવા માટે અને સ્થિર થયેલા બોધ અનુસાર પ્રયત્ન કરીને વીતરાગતુલ્ય થવા માટે વીતરાગતાને અનુરૂપ સંસ્કારોનું આધાન થાય તે રીતે સર્વ પ્રવૃત્તિઓ કરે છે, છતાં કેવળજ્ઞાન પ્રગટ થયું નથી તે વખતે છદ્મસ્થ અવસ્થાને કારણે કોઈક શાસ્ત્રીય પદાર્થમાં ભગવાને જે રીતે કહ્યું છે તે રીતે બોધ ન થાય પરંતુ વિપરીત બોધ થાય તો તે વિપરીત બોધ અનુચિત બોધ સ્વરૂપ છે તોપણ તેઓનો અંતરંગ યત્ન રત્નત્રયીને અનુકૂળ લેશ પણ હણાતો નથી; કેમ કે કર્મની ઉપાધિના વિગમનને કારણે પોતાના શુદ્ધ સ્વભાવ તરફ જવા માટેનો તેમનો અંતરંગ યત્ન પ્રવર્તે તેવા સ્વભાવનો ઉત્કર્ષ વર્તે છે, તેથી કોઈક ઠેકાણે બાહ્ય બોધમાં વિપરીતતા થાય અને કોઈક ઠેકાણે બાહ્ય પ્રવૃત્તિમાં વિપરીતતા થાય તોપણ તેમનામાં વર્તતો રત્નત્રયીના પરિણામરૂપ સ્વસ્વભાવ અપકર્ષને પ્રાપ્ત કરતો નથી. જેમ ગૌતમ મહામુનિને આનંદ શ્રાવકના પ્રસંગમાં શ્રાવકને કેટલું અવધિજ્ઞાન થઈ શકે તે વિષયમાં કરાયેલા વાર્તાલાપમાં અનાભોગને કારણે વિપરીત બોધ થયેલો, તોપણ તે મહાત્મા સંયમના કંડકમાં અપકર્ષને પામ્યા નહિ; કેમ કે અંતરંગ વ્યાપાર મોક્ષને અનુકૂળ હતો. આથી જ જે મહાત્માઓનો અંતરંગ વ્યાપાર મોક્ષને અનુકૂળ હોય તેઓ ક્વચિત્ લગ્નમંડપમાં ફેરા ફરતા હોય તોપણ અંતરંગ વ્યાપારથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. /૨૧/૩૮૮
અવતરણિકા:
अयमपि कुत ? इत्याह - અવતરણિતાર્થ - આ પણ ચારિત્રીમાં સ્વસ્વભાવનો ઉત્કર્ષ છે એમ પૂર્વમાં કહ્યું એ પણ, કેમ છે ? એથી કહે
છે
-
સૂત્રઃ
માનુસારિત્રાત્ સાર૨/૨૦૧૫