________________
૩૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૨૦, ૨૧ ભાવાર્થ :
જે મહાત્મા ચારિત્રના પરિણામવાળા છે તેઓ સંક્ષેપથી પણ ભગવાનના વચનના પરમાર્થના બોધવાળા હોય છે, તેથી તેઓને સ્થિર બુદ્ધિ હોય છે કે ભગવાનનું વચન ક્રોધાદિ ચાર કષાયોના પ્રતિપક્ષભાવોના સંસ્કારનું આધાન કરીને સમાદિની વૃદ્ધિનું એકાંતે કારણ છે, તેથી તે મહાત્મા ભાવથી સમાદિ ભાવોમાં યત્નવાળા હોવાથી ચારિત્રયુક્ત છે અને તેવા મહાત્માઓને કોઈક શાસ્ત્રવચનમાં સ્પષ્ટ નિર્ણય ન હોય તોપણ જીવની અંતરંગ પરિણતિથી, પ્રવચનબાધિત અર્થમાં નક્કી ક્યાંય આગ્રહ નથી પરંતુ વીતરાગતુલ્ય થવાનો જ આગ્રહ છે, તેથી અનાભોગથી અનુચિત પ્રવૃત્તિ થતી હોય તોપણ ભાવથી તો શુદ્ધ આત્મામાં નિવેશને અનુકૂળ તેઓનો વ્યાપાર અખ્ખલિત વર્તે છે માટે તેઓને શાસ્ત્રકારોએ ચારિત્રી સ્વીકાર્યા છે. IN૨૦/૩૮ળી અવતરણિકા:
एतदपि कुत ? इत्याह - અવતરણિતાર્થ :
આ પણ ચારિત્રી અનાભોગવાળા હોવા છતાં અતત્વમાં અભિનિવેશવાળા નથી એમ પૂર્વમાં કહ્યું એ પણ, કેમ છે? એથી કહે છે – સૂત્ર -
સ્વસ્વમવર્ષાત્ સાર9/૩૮૮ સૂત્રાર્થ :
સ્વસ્વભાવનો ઉત્કર્ષ હોવાથી ચારિત્રી અતત્વમાં અભિનિવેશવાળા નથી. ર૧/૩૮૮ ટીકા :
'स्वस्य' अनौपाधिकत्वेन निजस्य 'स्वभावस्य' आत्मतत्त्वस्य 'उत्कर्षात्' वृद्धः, चारित्रिणो हि जीवस्य छद्मस्थतया क्वचिदर्थे अनाभोगेऽपि गौतमादिमहामुनीनामिव तथाविधात्यन्तिकबाधककर्माभावेन 'स्वस्वभावः' सम्यग्दर्शनादिरूपो नापकर्ष प्रतिपद्यत इति ।।२१/३८८॥ ટીકાર્ચ -
“સ્વચ' રિ પ પોતાના=અનોપાધિકપણાથી પોતાના કર્મરૂપ ઉપાધિથી ઉત્પન્ન થયેલા નહીં પરંતુ કર્મરૂપ ઉપાધિના વિગમનથી ઉત્પન્ન થયેલા પોતાના સ્વભાવનો આત્મતત્વનો, ઉત્કર્ષ હોવાથી=વૃદ્ધિ હોવાથી, ચારિત્રી અતત્વના અભિનિવેશવાળા નથી એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે.