________________
૨૧૦
સૂત્રાર્થ :
મરણભયની શક્તિ નથી. ।।૩૬/૫૧૭||
--
ટીકા ઃ
‘નેતિ પ્રતિષેષે ‘મરણમયસ્ય' પ્રતીતપસ્વ સન્ધિની ‘શક્ત્તિ:' વીખરૂપતિ રૂ૬/૨૭।। ટીકાર્ય :
-
નેતિ વીનòતિ 11 સૂત્રમાં ‘ન' એ શબ્દ પ્રતિષેધમાં છે. પ્રતીતરૂપ એવા મરણભયની સંબંધવાળી બીજરૂપ શક્તિ નથી.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૩૬/૫૧૭||
ભાવાર્થ :
સિદ્ધના જીવોને જન્મ નહિ હોવાથી આયુષ્યના ક્ષયરૂપ મરણની ભય શક્તિ નથી. આશય એ છે કે સંસારવર્તી જીવો જ્યારે યોગમાર્ગની આરાધના કરતા હોય ત્યારે તેઓ સમતાના પરિણામવાળા હોય છે તેથી અંત સમયે જીવન-મૃત્યુ પ્રત્યે સમતાના ઉપયોગવાળા હોય છે તેથી મરણભય વિદ્યમાન હોવા છતાં મરણભય પ્રત્યે વ્યાકુળતા કરે તેવો ચિત્તનો ઉપયોગ નથી. તોપણ તેઓનું મૃત્યુ સુનિશ્ચિત છે તેથી મરણનો ભય પેદા કરાવનાર મૃત્યુરૂપ બીજ છે. આથી જ મોક્ષની ઇચ્છાવાળા મહાત્મા અનંત મરણના ભયથી ભય પામીને મરણરહિત અવસ્થાની પ્રાપ્તિ માટે અપ્રમાદથી યત્ન કરે છે અને અનંત મરણનો ભય હોવાથી જ તે મરણના ભયના ઉચ્છેદના ઉપાયરૂપે સમતામાં યત્ન કરે છે. તેથી વર્તમાનના સન્મુખ દેખાતા મૃત્યુથી ભયભીત થતા નથી, તોપણ આત્મામાં અનંત મરણોના ભયની શક્તિ વિદ્યમાન છે તેથી તે મરણના ઉચ્છેદ અર્થે દૃઢ સાધના કરે છે જ્યારે સિદ્ધના આત્માને મરણનો સંભવ નથી, તેથી મરણના ભયની શક્તિ નથી. 1139/49011
અવતરણિકા :
तथा
સૂત્ર :
-
અવતરણિકાર્ય :
અને –
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર૩૬, ૩૭
સૂત્રાર્થ
અન્ય ઉપદ્રવ નથી જ. ।।૩૭/૫૧૮II
--
ન ધાન્ય ઉપદ્રવ: ||રૂ૭/૧૮||