SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ / સૂત્ર-૨૭, ૨૮ સૂત્રઃ નિર્વાળામનમ્ ||૨૭/૧૦૮ || સૂત્રાર્થ : નિર્વાણગમન થાય છે. II૨૭/૫૦૮II : ટીકા ઃ निर्वान्ति देहिनोऽस्मिन्निति 'निर्वाणं' सिद्धिक्षेत्रं जीवस्यैव स्वरूपावस्थानं वा तत्र 'गमनम् ' અવતારઃ ।।૨૭/૬૦૮।। ટીકાર્થ ઃ निर्वान्ति અવતાર: ।। જીવો આમાં કર્મકૃત દાહને ઓલવે છે એ નિર્વાણ=સિદ્ધક્ષેત્ર અથવા જીવના જ સ્વરૂપનું અવસ્થાન ત્યાં ગમન=અવતાર છે. ।।૨૭/૫૦૮૫ ..... ૨૦૧ ભાવાર્થ: ધર્મના પ્રકૃષ્ટ ફળરૂપે ચરમભવમાં મહાત્માઓ ભવોપગ્રાહી કર્મનો વિનાશ કરે છે. તેનાથી તેઓ સિદ્ધક્ષેત્રમાં ગમન કરે છે અર્થાત્ સિદ્ધશિલા ઉપર સદા અવસ્થાન કરે છે. આ રીતે વ્યવહા૨નયથી નિર્વાણનું સ્વરૂપ બતાવ્યા પછી નિશ્ચયનયથી નિર્વાણ શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે જીવનું પોતાના સ્વરૂપમાં અવસ્થાન તે નિર્વાણ છે, પોતાના જ્ઞાનસ્વરૂપમાં જીવ ગમન કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે વ્યવહારનયથી જીવ ભવોપગ્રાહી કર્મના નાશથી સિદ્ધશિલાના સ્થાનને પ્રાપ્ત કરે છે અને નિશ્ચયનયથી પોતાના જ્ઞાનસ્વભાવરૂપ સ્વરૂપમાં અવસ્થાન કરે છે; કેમ કે સર્વ કર્મોનો નાશ થવાથી કર્મકૃત વિકૃતિનો આત્મામાં નાશ થાય છે અને સંપૂર્ણ વિકાર વગરનો સ્વસ્થ આત્મા સદા માટે સ્વસ્થ રહે છે જ્યાં અંતરંગ રીતે મોહના પરિણામનો ઉપદ્રવ નથી, બહિરંગ રીતે દેહનો કે કર્મનો ઉપદ્રવ નથી. તેથી સર્વ ઉપદ્રવથી રહિત પૂર્ણ સ્વાસ્થ્યના સુખનું વેદન જીવ કરે છે, જે ધર્મનું પ્રકૃષ્ટ ફલ છે. ||૨૭/૫૦૮॥ અવતરણિકા : તંત્ર ત્ર - અવતરણિકાર્ય : અને ત્યાં=સિદ્ધક્ષેત્રમાં –
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy