________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧ | શ્લોક-૧ जानन्ति, कीदृशमित्याह-'साध्यसिद्ध्यङ्गम्, साध्यस्य' सकलक्लेशक्षयलक्षणस्य 'सिद्ध्यङ्गं' निष्पत्तिकारणम् 'इति अस्मात्' कारणाद् 'यतिधर्मो द्विधा मतः' सापेक्षयतिधर्मतया निरपेक्षयतिधर्मतया चेति ।।१।। ટીકાર્ય :
ગાશી ''... રેતિ | ચિત્તવૃત્તિરૂપ આશયને “આદિ' શબ્દથી શ્લોકમાં રહેલા “સારાવલિ શબ્દમાં ‘ગરિ' શબ્દથી ગૃહિત શ્રુતસંપત્તિને, શરીરના સંઘયણને અને પરોપકાર કરવાની શક્તિને ઉચિત=યોગ્ય, અતિપ્રશસ્ય જિનધર્મસેવાલક્ષણ અનુષ્ઠાન સૂરિ કહે છે=શાસ્ત્રના જાણનારાઓ કહે
છે.
કેવું કહે છે? એથી કહે છે – સાધ્યની સિદ્ધિનું અંગ કહે છે સકલક્તશક્ષયરૂપ સાધ્યની નિષ્પત્તિનું કારણ કહે છે. એ કારણથી યતિધર્મ સાપેક્ષયતિધર્મપણાથી અને નિરપેક્ષયતિધર્મપણાથી બે પ્રકારનો કહેવાયો છે.
‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. IIT. ભાવાર્થ :
પાંચમા અધ્યાયમાં સાપેક્ષયતિધર્મ અને નિરપેક્ષયતિધર્મ એમ યતિધર્મ બે પ્રકારનો બતાવ્યો. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે જો મોક્ષ પ્રત્યે પ્રબળ કારણ નિરપેક્ષયતિધર્મ હોય તો ભગવાને નિરપેક્ષયતિધર્મ જ બતાવવો જોઈએ; સાપેક્ષયતિધર્મ તેનાથી ન્યૂન હોવાથી તે બતાવવો જોઈએ નહિ. આ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે –
જે જીવોએ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું છે તેઓને ક્લેશમય એવા આ સંસારનો અત્યંત ક્ષય ઈષ્ટ છે અને તેની નિષ્પત્તિ કરવા અર્થે વિચારકે પોતાના ચિત્તવૃત્તિરૂપ આશય, શ્રુતસંપત્તિ, શરીરનું સંઘયણ અને પરોપકાર કરવાની શક્તિને અનુરૂપ અનુષ્ઠાન કરવું જ કલ્યાણનું કારણ છે અને પોતાના ચિત્તવૃત્તિરૂપ આશય આદિનો વિચાર કર્યા વગર જે શ્રાવકો દેશવિરતિનું પાલન કરીને સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય કર્યા પછી પણ સાપેક્ષયતિધર્મને છોડીને નિરપેક્ષયતિધર્મમાં યત્ન કરે છે તેઓ હિત સાધી શકતા નથી, તેથી સંપૂર્ણ ધર્મમય જીવન જીવવાના અર્થી એવા શ્રાવકને પ્રથમ ભૂમિકામાં સાપેક્ષયતિધર્મ સેવવો જોઈએ અને નિરપેક્ષયતિધર્મને અનુકૂળ શક્તિ સંચય થાય પછી નિરપેક્ષયતિધર્મમાં યત્ન કરવો જોઈએ તે બતાવવા માટે બે પ્રકારનો યતિધર્મ કહેવાયો છે.
વસ્તુતઃ યતિધર્મ પૂર્ણ ધર્મમય જીવન જીવવા સ્વરૂપ છે, પરંતુ દેશવિરતિ અને સર્વવિરતિ જેમ બે પ્રકારનો ધર્મ છે, તેવો યતિધર્મ બે પ્રકારનો નથી, પરંતુ પૂર્ણ ધર્મમય જીવન જીવવા માટે પણ આદ્યભૂમિકામાં સાપેક્ષયતિધર્મ સેવીને નિરપેક્ષયતિધર્મની શક્તિ સંચય થયા પછી તેને સ્વીકારવામાં આવે તો કલ્યાણની પ્રાપ્તિ થાય અને મહા સંચિતવીર્યવાળા તીર્થંકરો યતિધર્મના સ્વીકારના પ્રારંભમાં જ નિરપેક્ષયતિધર્મ સ્વીકારે છે.