________________
ૐ શ્રીં કર્ટ નમઃ | ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
છે નમઃ |
પાકિનીમહારાસૂનુ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત
પ. પૂ. આચાર્યદેવ મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ કૃત ટીકા સમન્વિત
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩
શબ્દશઃ વિવેચન
છઠ્ઠો અધ્યાય) અવતરણિકા :
व्याख्यातः पञ्चमोऽध्यायः, अधुना षष्ठो व्याख्यायते, तस्य चेदमादिसूत्रम् - અવતરણિકાર્ય :
પાંચમો અધ્યાય વ્યાખ્યાન કરાયો. હવે છઠ્ઠો અધ્યાય વ્યાખ્યાન કરાય છે અને તેનું છઠ્ઠા અધ્યાયનું, આગળમાં કહેવાય છે એ પ્રથમ સૂત્ર છે – શ્લોક -
आशयाधुचितं ज्यायोऽनुष्ठानं सूरयो विदुः ।
साध्यसिद्ध्यङ्गमित्यस्माद्यतिधर्मो द्विधा मतः ।।१।। શ્લોકાર્ચ -
આશય આદિને ઉચિત એવું શ્રેષ્ઠ અનુષ્ઠાન સાધ્યની સિદ્ધિનું અંગ છે એ પ્રમાણે સૂરિ કહે છે, એ કારણથી બે પ્રકારનો યતિધર્મ કહેવાયો છે. IIII. ટીકા :
'आशयस्य' चित्तवृत्तिलक्षणस्य 'आदि'शब्दात् श्रुतसम्पत्तेः शरीरसंहननस्य परोपकारकरणशक्तेश्च 'उचितं' योग्यं 'ज्यायः' अतिप्रशस्यमनुष्ठानं जिनधर्मसेवालक्षणं 'सूरयः' समयज्ञाः 'विदुः'