________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | શ્લોક-૧, ૨
અહીં કહ્યું કે આશયને ઉચિત અનુષ્ઠાન સાધ્ય સિદ્ધિનું અંગ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે “જે શ્રાવક શ્રાવકાચાર સમ્યફ પાળીને ચિત્તવૃત્તિને એવી શાંત કરે છે, જેથી બાહ્ય નિમિત્તોનો ત્યાગ કરીને સર્વવિરતિ ગ્રહણ કરે તો પાંચ ઇન્દ્રિયોના સંવરપૂર્વક જિનવચન અનુસાર સર્વ ક્રિયાઓ કરી શકે તેવી જેની ચિત્તવૃત્તિ છે, તે સાપેક્ષયતિધર્મ માટે અધિકારી છે.” અને જેઓ પ્રાયઃ નિર્વિકલ્પ ઉપયોગમાં રહી શકે તેવા બળ સંચયવાળા છે તેઓની ચિત્તવૃત્તિ નિરપેક્ષયતિધર્મને યોગ્ય છે.
વળી, સાપેક્ષયતિધર્મને અનુકૂળ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિના મર્મને સ્પર્શે એવું જઘન્ય શ્રુતજ્ઞાન આવશ્યક છે અને સંયમજીવનમાં અધિક અધિક ભણીને સંપન્ન થાય તેવી શક્તિ આવશ્યક છે. નિરપેક્ષયતિધર્મ માટે જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુનું શ્રુતજ્ઞાન આવશ્યક છે.
વળી, સાપેક્ષયતિધર્મવાળા માટે સર્વ સંઘયણ અનુકૂળ છે. ફક્ત દેહ પ્રત્યેના લાલનપાલનની વૃત્તિ બાધક છે. અને નિરપેક્ષયતિધર્મ માટે પ્રાયઃ પ્રથમનાં ત્રણ સંઘયણ આવશ્યક છે.
વળી, અન્યને શાસ્ત્રઅધ્યયન કરાવવાની ક્રિયા કે ઉપદેશ આદિની ક્રિયારૂપ અનુષ્ઠાન પોતાની પરોપકાર કરવાની શક્તિને આશ્રયીને શ્રેયકારી છે, તેથી જેઓ શાસ્ત્ર ભણીને કુશલ થયા નથી, છતાં પોતાની શક્તિનો વિચાર કર્યા વગર ઉપદેશ આદિની પ્રવૃત્તિ કરે છે તેઓ કલ્યાણને બદલે અકલ્યાણ પ્રાપ્ત કરે છે. તેથી સાધુએ પોતાના આશય આદિને ઉચિત એવું અનુષ્ઠાન કરવું જોઈએ તે બતાવવા અર્થે સંસારથી ભય પામેલા અને પૂર્ણધર્મને સેવીને સંસારના ઉચ્છેદના અર્થી જીવો માટે ભગવાને આદ્ય ભૂમિકામાં સેવવા યોગ્ય સાપેક્ષયતિધર્મ બતાવ્યો છે; જેથી ગુણવાન ગુરુને પરતંત્ર થઈને સંવેગની વૃદ્ધિને કરનાર ગીતાર્થ પાસેથી નવું નવું શ્રુત ભણીને તે મહાત્મા આત્માને સંપન્ન કરી શકે, જેથી ઉત્તર ઉત્તરની ભૂમિકાને પામીને અંતે સર્વ ક્લેશના ક્ષયરૂપ ફળને પ્રાપ્ત કરી શકે. આવા અવતરણિકા :
साध्यसिद्ध्यङ्गत्वमेव भावयति - અવતરણિકાર્ય :
સાધ્યસિદ્ધિના અંગત્યને જ ભાવન કરે છે – ભાવાર્થ
કર્યું અનુષ્ઠાન સાધ્યસિદ્ધિનું અંગ હોઈ શકે ? એવું સામાન્યથી શ્લોક-૧માં બતાવ્યું. હવે કેવું અનુષ્ઠાન સાધ્યસિદ્ધિનું અંગ બને છે ? તેને વિશેષથી બતાવે છે –
શ્લોક :
समग्रा यत्र सामग्री तदक्षेपेण सिद्ध्यति । दवीयसाऽपि कालेन वैकल्ये तु न जातुचित् ।।२।।