________________
૧૬૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | શ્લોક-૧
ટીકાર્ય :
ચતુર્દશાનાં ઘર્મનીના વિસિષતિ ચૌદ મહારત્નોના=સેનાપતિત્વ, ગૃહપતિરત, પુરોહિતરત્ન, હસ્તિરત્ન, અશ્વરત્ન, વર્ધકીરત્ન, સ્ત્રીરત્ન, ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, મણિરત્ન, કાકિણીરત્વ, ખડુંગરત્ન અને દંડરત્નરૂપ ચૌદ મહારત્નોના સલ્મોગથી=પરના અનપેક્ષિતપણારૂપે સુંદર એવા ભોગથી, મનુષ્યમાં અનુત્તમ સર્વ પ્રધાન ચક્રવર્તીપદ=ચક્રધરપદવી, સિદ્ધાંતમાં ધર્મહેલાવજસ્મિત=ધર્મની લીલારૂપે વિલસિત, કહેવાયું છે. lign
આ પ્રમાણે શ્રી મુનિચન્દ્રસૂરિવિરચિત ધર્મબિંદુ વૃત્તિમાં ધર્મફલવિધિ નામનો સાતમો અધ્યાય સમાપ્ત થયો. II ભાવાર્થ -
પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રકારનો ધર્મ જે મહાત્મા અપ્રમાદભાવથી શક્તિ અનુસાર સેવે છે તેમાં ઘાતિકર્મના વિગમનથી આત્માની નિર્મળતારૂપ ઉત્તમ ધર્મ પ્રગટે છે અને તે જ વખતે ઉત્તમ એવા ગુણના રાગને કારણે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. તે ધર્મના સેવનના ફળરૂપે જગતમાં તે મહાત્માને સુંદર સ્થાનોની પ્રાપ્તિ થાય છે તેમ ઉત્તમ કોટિના સેવાયેલા ધર્મના આનુષંગિક ફળરૂપ ચક્રવર્તીની પદવી મનુષ્યભવમાં પણ મળે છે. જે ચક્રવર્તીની પદવીમાં તે મહાત્માને મનુષ્યલોકમાં પણ શ્રેષ્ઠ કોટિના ભોગો મળે છે અને ઉત્તમ સેવનના ફળરૂપ તે ચક્રવર્તીપણું હોવાથી તે મહાત્મા અલ્પકાળમાં સંસારનો અંત કરે છે. આથી જેઓએ નિયાણું કર્યું નથી તેઓ તે જ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે, તો કેટલાક મહાત્માઓ થોડા જ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. વળી, જેઓએ સુંદર ધર્મ સેવીને ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું છે અને ધર્મ સેવનકાળમાં કોઈક કારણથી ચિત્તની કોઈક મલિનતાથી નિયાણું કર્યું છે તેઓ ચક્રવર્તી થઈને નરકમાં જાય છે, તોપણ ઉત્તમધર્મના સેવનના સંસ્કાર હોવાથી અલ્પકાળમાં ફરી મહાત્મા થઈને અવશ્ય મોક્ષમાં જશે. તેથી ચક્રવર્તી પદવી એ પણ ધર્મનું જ આનુષંગિક ફળ છે. Iકા
સાતમો અધ્યાય સમાપ્ત