________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | શ્લોક-૫, ૬
૧૬૩ વળી, ધર્મ એકાંતથી હિત છે. જે હિતનું કારણ હોય તે હિત કહેવાય. અને સંસારવર્તી જીવો કર્મને પરવશ છે. તે વખતે કર્મકૃત વિડંબનાઓ પામી રહ્યા છે ત્યારે પણ સમ્યફ રીતે સેવાયેલો ધર્મ જીવને એકાંત હિતરૂપ બને છે; કેમ કે ધર્મના સેવનકાળમાં બંધાતું કર્મ પણ જીવને અતિપ્રતિકૂળ થઈ શકતું નથી, પરંતુ અનુકૂળ બનીને હિતપ્રાપ્તિમાં સહાયક બને છે માટે ધર્મ એકાંતથી હિત છે.
ધર્મ જ પરમ અમૃત છે; કેમ કે અમૃતના પાનથી તત્કાલ સુખની પ્રાપ્તિ થાય છે અને દેહના સૌષ્ઠવની પ્રાપ્તિ થાય છે જેથી ઉત્તર ઉત્તર અધિક સુખ પ્રાપ્ત થાય છે. તેમ ધર્મના સેવનથી આત્મારૂપી દેહ પુષ્ટ બને છે અને ધર્મના સેવનથી આત્મારૂપ દેહની સુંદરતા અધિક અધિક થાય છે. તેથી દેહના સૌષ્ઠવને કરનાર અમૃત કરતાં આત્મારૂપી દેહને પુષ્ટ કરનાર ધર્મ જ શ્રેષ્ઠ અમૃત છે.
આ રીતે ધર્મના માહાભ્યને અવધારણ કરીને વારંવાર ભાવન કરવામાં આવે તો ધર્મ પ્રત્યેનો પક્ષપાત અધિક અધિક થાય છે, જેથી પૂર્વમાં વર્ણન કરાયેલા ધર્મના સ્વરૂપને યથાર્થ જાણવા માટે ઉત્કટ ઇચ્છા થાય છે અને ધર્મના સ્વરૂપને જાણીને સમ્યક્ રીતે સેવવાનો અત્યંત ઉત્સાહ થાય છે. પણ અવતરણિકા :તથા -
અવતરણિકાર્ચ - અને –
સૂત્ર :
चतुर्दशमहारत्नसद्भोगानृष्वनुत्तमम् ।
વત્તપર્વ દો ઘર્મવિમિત” Tદ્દા સૂત્રાર્થ –
ચૌદ મહારત્નોના સર્ભોગોથી મનુષ્યમાં અનુત્તમ ચક્રવતી પદ ધર્મની લીલાથી વિલસિત કહેવાયું છે. Iકા. ટીકા -
'चतुर्दशानां महारत्नानां' सेनापतिगृहपतिपुरोहितगजतुरगवर्द्धकिस्त्रीचक्रच्छत्रचर्ममणिकाकिणीखड्गदण्डलक्षणानां 'सद्भोगात्' परानपेक्षितया सुन्दराद् भोगात् 'नृषु' नरेषु मध्ये 'अनुत्तमं' सर्वप्रधानम्, किं तदित्याह-'चक्रवर्तिपदं' चक्रधरपदवी 'प्रोक्तं' प्रतिपादितं सिद्धान्ते 'धर्महेलाविजृम्भितं' धर्मलीलाविलसितमिति ।।६।। इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुवृत्तौ धर्मफलविधिः सप्तमोऽध्यायः समाप्तः ।।