________________
૧૫૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૩ પ્રકારે અલ્પપણાથી બંધની શ્રુતિ હોવાથી=અસંજ્ઞી જીવો પ્રથમ નરક સુધી જાય છે ઇત્યાદિ વચનનું સિદ્ધાંતમાં સમાકર્ણ હોવાથી, તે મહાત્માને અલ્પકર્મબંધ છે એમ અન્વય છે.
અસંજ્ઞીજીવોને અલ્પકર્મબંધ છે તે ‘તાદિ'થી સ્પષ્ટ કરે છે –
અસંજ્ઞી એવા મહામત્સ્ય આદિ હજાર યોજન આદિ પ્રમાણ શરીરવાળા સ્વયંભૂરમણમહાસમુદ્રમાં સતત ફરતા પૂર્વકોટ્યાદિ જીવનવાળા અનેક જીવોના સંઘાતને સંહાર કરનારા પણ રત્નપ્રભાતી પૃથ્વીમાં જ ઉત્કર્ષથી પલ્યોપમના અસંખ્યભાગ જીવનવાળા ચોથાપ્રતરવર્તી તારકમાં જન્મ લે છે, આગળ નહિ=પ્રથમ નરકમાં પણ તેનાથી આગળ નહિ, વળી, તંદુલમત્સ્ય બાહ્ય જીવોના ઉપમર્દના અભાવમાં પણ નિનિમિત જ આપૂરિત અતિ તીવ્ર રૌદ્રધ્યાનવાળો અંતર્મુહૂર્ત આયુષ્યને પાળીને સાતમી નરક પૃથ્વીમાં ૩૩ સાગરોપમના આયુષ્યવાળો નારક ઉત્પન્ન થાય છે. એથી પરિણામ જ પ્રધાન બંધ કારણ છે એ પ્રમાણે સિદ્ધ થાય છે.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૩૩/૪૭૬।।
ભાવાર્થ:
સૂત્ર-૩૧માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે જે મહાત્માઓ ઘણા ભવોમાં વિશુદ્ધ સંયમ પાળીને દેવભવમાંથી મનુષ્યભવમાં આવે છે ત્યારે ઘણી ભોગસામગ્રીવાળો મનુષ્યભવ પામે છે અને તે ભોગસામગ્રી પણ શ્રેષ્ઠ સુખનું સાધન બને છે; કેમ કે તે ભોગથી તેઓને સંસારના પરિભ્રમણનું કારણ એવો કર્મબંધ થતો નથી. તેમાં યુક્તિ આપી કે ભોગકાળમાં અશુભ પરિણામનો અભાવ હોવાને કા૨ણે તે મહાત્માઓને ભોગથી અલ્પબંધ થાય છે, જે અલ્પબંધ અવિરતિના ઉદયકૃત હોવા છતાં સંસારની વૃદ્ધિનું કારણ નથી, દુર્ગતિની પ્રાપ્તિનું કારણ નથી.
કેમ તેઓને વિપુલભોગથી પણ અલ્પબંધ થાય છે ? તેમાં હેતુ કહે છે
-
ભગવાનના વચનનું પ્રમાણપણું છે અને તે પ્રમાણપણું બતાવતાં સૂત્ર-૩૩માં કહ્યું કે અસંજ્ઞી જીવો મોટા મત્સ્ય થાય છે તે વખતે ઘણા દીર્ઘ આયુષ્યકાળમાં ઘણી હિંસા કરે છે, પરંતુ તેઓને તે હિંસાથી પાપ અસંશીપણાને કારણે અલ્પ બંધાય છે તેથી તેઓ ન૨કે જાય એવો પણ એકાંતે નિયમ નથી અને કદાચ નરકે જાય તોપણ ઉત્કર્ષથી પહેલી નારકીના ચોથા પ્રતર સુધી જ જાય છે. પહેલી નારકીનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમનું છે જ્યારે તેઓ તો નરકનું આયુષ્ય પણ પલ્યોપમના અસંખ્ય ભાગ જેટલું જ ઉત્કર્ષથી બાંધી શકે છે. તેથી નક્કી થાય છે કે પાપવ્યાપારમાં મનના તીવ્ર વ્યાપાર દ્વારા જ તીવ્રતા આવે છે અને મનના મંદ વ્યાપાર દ્વારા કે અવ્યાપાર દ્વારા જ મંદતા આવે છે. આથી જ અસંશી જીવો ઘણું પાપ કરીને મંદ વ્યાપાર કરે છે.
વળી, તંદુલમત્સ્ય અંતર્મુહૂર્ત આયુષ્ય હોવા છતાં અને કાયાથી હિંસાનો વ્યાપાર કર્યા વગર મનના વ્યાપારના બળથી જ સાતમી નારકનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધે છે.