________________
ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૪
૧પપ
આથી પાપવ્યાપારમાં મનના પરિણામની મંદતાને કારણે તે મહાત્માઓને ભોગમાં પણ અલ્પબંધ થાય છે અને સ્વભૂમિકા અનુસાર જે અનુષ્ઠાન સેવે છે તે અનુષ્ઠાનમાં તેઓને તીવ્ર પક્ષપાત હોવાથી તેના દ્વારા ઘણી નિર્જરા અને વિશિષ્ટ પુણ્યબંધ કરે છે. તેથી ઘણા ભોગો દ્વારા પણ તેમને અલ્પ બંધ જ થાય છે તે ભગવાનનાં વચનના બળથી નક્કી થાય છે. ll૩૨-૩૩/૪૭૬ાા અવતરણિકા :
एवं सति यदन्यदपि सिद्धिमास्कन्दति तद् दर्शयति - અવતરણિકાર્ય :
આમ હોતે છતે=પૂર્વમાં કહ્યું કે પાપવ્યાપારમાં મનના પરિણામની મંદતાને કારણે તે મહાત્માને ભોગથી પણ અલ્પકર્મબંધ થાય છે એમ હોતે છતે, જે અન્ય બીજું પણ સિદ્ધિને પ્રાપ્ત થાય છે સિદ્ધ થાય છે, તેને બતાવે છે – સૂત્રઃ
एवं परिणाम एव शुभो मोक्षकारणमपि ।।३४/४७७ ।। સૂત્રાર્થ:
આ રીતે જે રીતે અશુભ બંધમાં પરિણામ કારણ છે એ રીતે, શુભ પરિણામ જ મોક્ષનું કારણ પણ છે. ll૧૪/૪૭૭II ટીકા - __ ‘एवं' यथा अशुभबन्थे, 'परिणाम एव शुभः' सम्यग्दर्शनादिः 'मोक्षकारणमपि' मुक्तिहेतुरपि, किं पुनर्बन्धस्येति 'अपि'शब्दार्थः ।।३४/४७७।। ટીકાર્ચ -
. “ શબ્દાર્થ છે. આ રીતે=જે રીતે અશુભ બંધમાં પરિણામ જ કારણ છે એ રીતે, સમ્યગ્દર્શનાદિરૂપ શુભ પરિણામ જ મોક્ષનું કારણ પણ છે=મોક્ષનો હેતુ પણ છે. વળી, બંધનું શું કહેવું? બંધનું કારણ પરિણામ છે જ એ પ્રમાણે “”િ શબ્દનો અર્થ છે. ૩૪/૪૭૭ ભાવાર્થ -
જેમ પૂર્વ સૂત્રમાં મત્સ્યના દૃષ્ટાંતથી બતાવ્યું કે અશુભ પરિણામ જ બંધનું કારણ છે, માત્ર બાહ્યહિંસા નહિ. આથી બાહ્ય હિંસા કરનાર અસંજ્ઞીમભ્યને મંદ પરિણામને કારણે જ અલ્પબંધ થાય છે. એ રીતે સમ્યગ્દર્શન આદિ શુભ પરિણામ જ મોક્ષનું કારણ છે, માત્ર બાહ્યક્રિયાઓ નહિ. તેથી સંયમની ક્રિયાઓ કે શ્રાવક આચારની બાહ્યક્રિયાઓ જે જે ભૂમિકાના સમ્યગ્દર્શન આદિ પરિણામને નિષ્પન્ન કરે છે તે પ્રમાણે