________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૬, ૭
૧૨૧
સૂત્રઃ
परम्पराफलं तु सुगतिजन्मोत्तमस्थानपरम्परानिर्वाणावाप्तिः ।।६/४४९ ।। સૂત્રાર્થ -
વળી, પરંપરાએ ફલ સુગતિમાં જન્મ અને ઉત્તમ સ્થાનની પરંપરાથી નિર્વાણની પ્રાપ્તિ છે. II૬/૪૪૯ll. ટીકા :
यत् ‘सुगतिजन्म' यच्चोत्तमस्थानपरम्परया करणभूतया 'निर्वाणं' तयोरवाप्तिः पुनः परम्पराપમિતિ ૬/૪૪૨ાા ટીકાર્ય :
વ . પરિમિતિ છે જે સુગતિમાં જન્મે છે અને જે કરણભૂત એવા ઉત્તમ સ્થાનની પરંપરાથી=મોક્ષપ્રાપ્તિના પ્રબળ કારણભૂત એવાં ઉત્તમસ્થાનોની પરંપરાથી, નિર્વાણ છે. તે બેનીક સુગતિમાં જન્મ અને ઉત્તમસ્થાનની પરંપરાથી નિર્વાણ એ રૂપ તે બેની, પ્રાપ્તિ વળી, પરંપરાફલ છેઃ ધર્મનું પરંપરાથી પ્રાપ્ત થતું ફળ છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. img/૪૪૯ળા ભાવાર્થ
જે મહાત્માઓ જિનવચન અનુસાર ધર્મ સેવે છે તે મહાત્માઓમાં સૂત્ર-૩, ૪, ૫માં બતાવ્યું તેવું અનંતર ફલ પ્રાપ્ત થાય છે અને તેવી ઉત્તમ પ્રકૃતિના કારણે તે મહાત્મા પુણ્યાનુબંધી પુણ્ય અર્જન કરે છે જેનાથી સુગતિઓમાં જન્મ થાય છે અને ઉત્તર ઉત્તરના દરેક ભવોમાં ઉત્તમસ્થાનોની પરંપરાની પ્રાપ્તિ થાય છે જે ઉત્તમસ્થાનોને પામીને તે મહાત્મા દરેક ભવોમાં પૂર્વ પૂર્વ કરતાં વિશિષ્ટ વિશિષ્ટતા ધર્મને સેવે છે જેના ફળરૂપે સર્વ કર્મના નાશરૂપ નિવાર્ણસુખની પ્રાપ્તિ થાય છે આ સર્વ ધર્મના સેવનનું પરંપરાએ ફલ છે. II૬/૪૪લા અવતરણિકા :
अथ स्वयमेवैतत् सूत्रं भावयति - અવતરણિતાર્થ :હવે સ્વયં જ ગ્રંથકારશ્રી આ સૂત્રકછટું સૂત્ર, ભાવન કરે છે=ક્રમસર સ્પષ્ટ કરે છે –