________________
૧૧૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | શ્લોક-૧, ૨ મળે છે તેનો બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રીએ પ્રથમ અધ્યાયના પ્રારંભમાં ધર્મનું ફળ સંક્ષેપથી બતાવ્યું. ત્યારપછી તે ધર્મનું સ્વરૂપ પ્રારંભથી માંડીને ચરમભૂમિકા સુધીનું અત્યાર સુધી બતાવ્યું. હવે તે ધર્મના સેવનથી શું ઉત્તમ ફળ મળે છે ? તે વિસ્તારથી બતાવે છે. III અવતરણિકા -
ननु यदि व्यासतः पुनरिदानीं वक्ष्यते तत् किमिति संक्षेपात् पूर्वं फलमुक्तमित्याशङ्क्याह - અવતરણિકાર્ચ -
જો વિસ્તારથી વળી હમણાં કહેવાશે ધર્મનું ફલ કહેવાશે, તો સંક્ષેપથી પૂર્વમાં ફળ=ધર્મનું ફળ, કેમ કહેવાયું ? એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
प्रवृत्त्यङ्गमदः श्रेष्ठं सत्त्वानां प्रायशश्च यत् ।
आदौ सर्वत्र तद्युक्तमभिधातुमिदं पुनः ।।२।। શ્લોકાર્થ :
જે કારણથી, આ ધર્મનું ફલ, જીવોની પ્રવૃત્તિનું પ્રાયઃ શ્રેષ્ઠ અંગ છે તે કારણથી સર્વત્ર આદિમાં કહેવા માટે યુક્ત છે ધર્મનું ફળ કહેવા માટે યુક્ત છે. વળી આ આગળમાં બતાવે છે એ, વિસ્તારથી ઘર્મનું ફળ છે. ll ટીકા -
'प्रवृत्त्यगं' प्रवृत्तिकारणम् ‘अदः' फलं श्रेष्ठं' ज्यायः 'सत्त्वानां' फलार्थिनां प्राणिविशेषाणां પ્રાયઃ' પ્રાઇ, 'વારો વચ્ચત્તર મુખ્યો, “ય યાત્ ગાવો' પ્રથમ “સર્વત્ર' સર્વાર્થે 'तत्' तस्माद् ‘युक्तं' उचितम् 'अभिधातुं' भणितुं संक्षेपादादाविति, आदावेव विस्तरेण फलभणने शास्त्रार्थस्य अतिव्यवधानेन श्रोतुस्तत्र नीरसभावप्रसङ्गेनानादर एव स्यादिति । 'इदं पुनरिति यत् पुनर्व्यासतः फलं तदिदं वक्ष्यमाणम् ।।२।। ટીકાર્ય :
પ્રવૃત્ત્વ' વસ્યામ્ II જે કારણથી આ ધર્મનું ફળ, જીવોની ફલના અર્થી જીવવિશેષોની, પ્રવૃત્તિનું પ્રાયઃ શ્રેષ્ઠ અંગ છે=પ્રવૃત્તિનું શ્રેષ્ઠ કારણ છે, તે કારણથી સર્વ કાયમાં પ્રથમ કહેવા માટે=સંક્ષેપથી આદિમાં કહેવા માટે ઉચિત છે.