________________
૧૧૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | શ્લોક-૧
(સાતમો અધ્યાય)
અવતરણિકા :
व्याख्यातः षष्ठोऽध्यायः, अथ सप्तमो व्याख्यायते, तस्य चेदमादिसूत्रम् - અવતરણિકાર્ય :
છો અધ્યાય વ્યાખ્યાન કરાયો. હવે સાતમો અધ્યાય વ્યાખ્યાન કરાય છે. તેનું=સાતમા અધ્યાયનું, આ=આગળ બતાવે છે એ, આદિ સૂત્ર છે= પ્રથમ શ્લોક છે – શ્લોક :
फलप्रधान आरम्भ इति सल्लोकनीतितः ।
संक्षेपादुक्तमस्येदं व्यासतः पुनरुच्यते ।।१।। બ્લોકાર્ય :
ફલપ્રધાન આરંભ છે એ પ્રકારની સલોકની નીતિ હોવાથી શિષ્ટપુરુષોનાં આચાર હોવાથી, સંક્ષેપથી આનું આ ધર્મનું ફળ કહેવાયું=અધ્યાય-૧ના શ્લોક-૨માં કહેવાયું. વળી, વિસ્તારથી કહેવાય છે. ll૧II ટીકા -
'फलं प्रधानं' यस्येति स तथा आरम्भो' धर्मादिगोचरा प्रवृत्तिः 'इति' अस्याः 'सल्लोकनीतितः' शिष्टजनसमाचारात्, किमित्याह-संक्षेपात्' परिमितरूपतया 'उक्तमस्य' धर्मस्येदं फलं धनदो धनार्थिनां प्रोक्तः' इति श्लोकेन शास्त्रादौ, 'व्यासतो' विस्तरेण 'पुनरुच्यते इदम्' इदानीमिति ॥१॥ ટીકાર્ય :
પન્ન પ્રથાન'... ફની મિતિ ! ફલ છે પ્રધાન જેને તે તેવું છે ફલપ્રધાન છે. અને ફલપ્રધાન એવો ધર્માદિવિષયક પ્રવૃત્તિરૂપ આરંભ છે એ પ્રમાણે સલ્લોકની નીતિ હોવાથી શિષ્ટલોકોનો આચાર હોવાથી, સંક્ષેપથી પરિમિતરૂપપણાથી, આનું ધર્મનું, આ ફળ, “થનલો ઘનાથનાં પ્રોજે:' એ પ્રકારના શ્લોકથી શાસ્ત્રની આદિમાં કહેવાયું. વળી, વ્યાસથી=વિસ્તારથી આ=ધર્મનું ફળ, હવે કહેવાય છે.
‘ત્તિ' શબ્દ ટીકાલની સમાપ્તિ અર્થે છે. ૧ ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ ગ્રંથના પ્રારંભમાં જ ધર્મનું ફળ બતાવ્યું; કેમ કે શિખલોકોનો આચાર છે કે જેનું ફળ શ્રેષ્ઠ હોય તેવી જ ધર્મ-અર્થ-કામ વિષયક પ્રવૃત્તિ કરે, તેથી શિષ્ટલોકોને ધર્મમાં પ્રવૃત્તિ કરવાથી શું ઉત્તમ ફળ