________________
૧૧૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | શ્લોક-૨, ૩ કેમ સંક્ષેપથી કહેવા માટે ઉચિત છે ? એમાં હેતુ કહે છે – આદિમાં જ વિસ્તારથી ધર્મના ફળને કહેવામાં શાસ્ત્રના અર્થનો અતિવ્યવધાન થવાથી શ્રોતાને ત્યાં ફલના વર્ણનમાં, નીરસભાવનો પ્રસંગ હોવાને કારણે, અનાદર જ થાય. આ વળી જે વળી, વ્યાસથી ફલ છે વિસ્તારથી ફલ છે, તે આવશ્યમાણ, છે. પ્રાયશ્વિમાં રહેલ ‘આકાર વક્તવ્યાતરના સમુચ્ચય માટે છે. રા. ભાવાર્થ :
વિચારક એવા મહાત્માઓ યોગ્ય શ્રોતાને હિતની પ્રાપ્તિ થાય તેનો વિચાર કરીને ગ્રંથરચના કરે છે. અને ગ્રંથના પ્રારંભમાં ધર્મનું સ્વરૂપ બતાવવા પૂર્વે સંક્ષેપથી ધર્મનું ફળ ગ્રંથકારશ્રી કહે નહિ તો પ્રાયઃ જીવોને ધર્મ સાંભળવા માટે ઉત્સાહ થાય નહિ, પરંતુ ધર્મનું કેવું શ્રેષ્ઠ ફળ છે તેમ પૂર્વમાં બતાવવામાં આવે તો તે ફળને સાંભળીને યોગ્ય જીવો ધર્મના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસાવાળા થાય છે, તેથી ધર્મનું ફળ કેવું ઉત્તમ છે તેનો બોધ કરાવવા અર્થે ગ્રંથના પ્રારંભમાં સંક્ષેપથી ગ્રંથકારશ્રીએ ધર્મનું ફળ બતાવ્યું છે.
ત્યાં પ્રશ્ન થાય કે જો પાછળથી ધર્મનું વિસ્તારથી ફળ ગ્રંથકારશ્રીને બતાવવું હોય તો પ્રારંભમાં જ ધર્મનું વિસ્તારથી ફળ કેમ બતાવેલ નથી ? તેથી ટીકાકારશ્રી કહે છે –
ગ્રંથના પ્રારંભમાં જ ધર્મનું વિસ્તારથી ફળ કહેવામાં આવે તો જે ધર્મના સ્વરૂપનો શ્રોતાને બોધ કરાવવો છે તેનું અતિવ્યવધાન પ્રાપ્ત થાય, તેથી શ્રોતાને તે ફળ સાંભળવામાં નિરસતા પ્રાપ્ત થાય. તેના નિવારણ અર્થે પ્રથમ સંક્ષેપથી ધર્મનું ફળ બતાવ્યું અને ધર્મનું સ્વરૂપ બતાવ્યા પછી તે ધર્મનું ફળ વિસ્તારથી બતાવવામાં આવે તો ધર્મને સાંભળવાથી શ્રોતાને અત્યાર સુધી ધર્મના સ્વરૂપનું જે જ્ઞાન થયું છે તે ધર્મના સેવન માટેનો ઉત્સાહ અતિશયિત થાય, તેથી દુષ્કર એવા તે ધર્મને અપ્રમાદથી સેવીને ધર્મના ફળને પ્રાપ્ત કરે. માટે ગ્રંથકારશ્રી ધર્મના સ્વરૂપને બતાવ્યા પછી વિસ્તારથી ધર્મનું ફળ બતાવે છે. રા અવતરણિકા :
યથા – અવતરણિકાર્ય :
જે આ પ્રમાણે=વિશેષ પ્રકારના ધર્મનું ફળ આ પ્રમાણે છે – શ્લોક :
विशिष्टं देवसौख्यं यच्छिवसौख्यं च यत्परम् । धर्मकल्पद्रुमस्येदं फलमाहुर्मनीषिणः ।।३।।