________________
૩૧૪
ધર્મનંદ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૧૧
સૂત્રાર્થ :
આવશ્યકના અપરિહારમાં ઉધમ કરવો જોઈએ. I૧/૩૩૦]. ટીકા :
'आवश्यकानां' स्वकाले नियमात् कर्त्तव्यविशेषाणां प्रत्युपेक्षणादीनां 'अपरिहाणिः' अभ्रंशः, इयं च प्रधानं साधुलिङ्गम्, तथा च 'दशवैकालिकनियुक्तिः' - "संवेगो निव्वेओ विसयविवेगो सुसीलसंसग्गी । आराहणा तवो नाणदंसणचरित्तविणओ य ।।१९२।। खंती य मद्दवऽज्जव विमुत्तयाऽदीणया तितिक्खा य । ગાવસાપરિસુદ્ધી ય વિવુત્રિ હું યાડું સારૂા” રિશ. નિ. ૩૪૮-૩૪૧]. [संवेगो निर्वेदो विषयविवेकः सुशीलसंसर्गः । आराधना तपो ज्ञानदर्शनचारित्रविनयश्च ।।१।। क्षान्तिश्च मार्दवमार्जवं विमुक्तता अदीनता तितिक्षा च ।
आवश्यकपरिशुद्धिश्च भिक्षुलिङ्गान्येतानि ।।२।। ।।६१/३३०।। ટીકાર્ય -
‘ગાવાયાન'. થાઉં આવશ્યકોના=સ્વકાલે અર્થાત્ તે તે કાળમાં નિયમથી કર્તવ્યવિશેષ એવા પ્રપેક્ષણાધિરૂપ આવશ્યકોના, અપરિહણિમાં અભ્રંશમાં, યત્ન કરવો જોઈએ; અને આગ આવશ્યકતી અપરિહાણિ, સાધુનું પ્રધાન લિંગ છે. અને તે પ્રમાણે દશવૈકાલિકલિથુક્તિ છે –
સંવેગ, નિર્વેદ, વિષયોનો વિવેક, સુશીલનો સંસર્ગ, આરાધના, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય, ક્ષમા, માદેવ, આર્જવ, નિર્લેપતા, અદીનતા, તિતિક્ષા=પ્રતિકૂળ સંયોગોમાં ચિત્તની અસ્લાનિ થાય તેવો યત્ન, આવશ્યકની પરિશુદ્ધિ આ સાધુનાં લિંગો છે. ll૧૯૨-૧૯૩" (દશવૈકાલિકનિર્યુક્તિ ૩૪૮-૩૪૯) ug૧/૩૩૦ ભાવાર્થ :
સાધુએ સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ ઉચિત કાળે શાસ્ત્રવિધિનું સ્મરણ કરીને અપ્રમાદભાવથી સદા કરવી જોઈએ; જેથી સંયમજીવનના આવશ્યક કૃત્યો દ્વારા સાધુ સંયમના પરિણામોની વૃદ્ધિને પ્રાપ્ત કરીને આત્માને ઉત્તમ સંસ્કારોથી વાસિત કરી શકે.
સાધુનાં પ્રધાન લિંગો કયા છે ? તે દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં આ પ્રમાણે બતાવ્યાં છે – (૧) સંવેગ -
સાધુએ સદા મોક્ષનો અભિલાષ ધારણ કરીને મોક્ષના ઉપાયમાં યત્ન કરીને નિર્લેપતાનો પરિણામ વૃદ્ધિ પામે તે પ્રકારનો સંવેગનો પરિણામ ધારણ કરવો જોઈએ.