SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૪૨, ૪૩ ૨૯૭ તરત જ, સ્ત્રીના બેસેલા આસનમાં બેસવામાં સાધુને તેના શરીરના સંયોગથી સંક્રાંત થયેલા ઉષ્મ સ્પર્શના વશથી મનના વિકાર દોષનો સંભવ છે. ।।૪૨/૩૧૧|| ભાવાર્થ: કોઈક કારણસ૨ કોઈક સ્થાને સ્ત્રી બેઠેલી હોય અને તે ઊઠીને અન્ય સ્થાનમાં જાય, તે સ્થાનમાં સાધુએ એક મુહૂર્ત સુધી બેસવું જોઈએ નહિ; કેમ કે સ્ત્રીઓના સંયોગને કારણે તે સ્થાનમાં ઉષ્મા ઉત્પન્ન થાય એવા સ્પર્શના વશથી મનોવિકારનો સંભવ છે માટે સાધુએ અત્યંત વિકા૨ના પરિણામથી દૂર રહેવા માટે તેવા આસન આદિનો પરિહાર ક૨વો જોઈએ. I૪૨/૩૧૧॥ સૂત્રઃ રૂન્દ્રિયાત્રયોનઃ ||૪૩/૩૧૨|| સૂત્રાર્થ : ઈન્દ્રિયોનો અપ્રયોગ કરવો જોઈએ=સ્ત્રીના અંગોના નિરીક્ષણમાં અવ્યાપારવાળા થવું જોઈએ. 1183/39211 ટીકા ઃ 'इन्द्रियाणां' चक्षुरादीनां कथञ्चिद् विषयभावापन्नेष्वपि गुह्योरुवदनकक्षास्तनादिषु स्त्रीशरीरावयवेषु 'अप्रयोगः' अव्यापारणं कार्यम्, पुनस्तन्निरीक्षणाद्यर्थं न यत्नः कार्यः ।।४३ / ३१२ ।। ટીકાર્થ ઃ ‘ફન્દ્રિયાળાં’ . હ્રાર્થ: ।। ચક્ષુ આદિ ઇન્દ્રિયોના કોઈક રીતે વિષયભાવને પામેલા પણ જોવાની ઉત્સુકતા વગર કોઈક રીતે સન્મુખ ઉપસ્થિત થયેલા પણ ગુપ્ત એવા ઊરુ, વદન, કક્ષા, સ્તનાદિ સ્ત્રીઓના અવયવોમાં અવ્યાપારવાળા થવું જોઈએ=કોઈ રીતે તેનું દર્શન થયેલું હોય તોપણ ફરી તેના અવયવોના નિરીક્ષણ માટે યત્ન ન કરવો જોઈએ. ૪૩/૩૧૨।। - ભાવાર્થ: સાધુએ બ્રહ્મચર્યની વૃદ્ધિને અર્થે સદા ઇન્દ્રિયોને ગુપ્ત રાખીને ભગવાનના વચન અનુસાર ઉચિત અનુષ્ઠાનમાં સતત યત્ન કરવો જોઈએ જેથી ઇન્દ્રિયો વિષયના ગ્રહણને અભિમુખ જ થાય નહિ. આમ છતાં કોઈક પ્રયોજનવિશેષથી પ્રવૃત્તિ થતી હોય અને સ્ત્રીના દર્શનની પ્રાપ્તિ થાય અને તેમના કોઈક અંગનું દર્શન થાય તોપણ તરત જ ત્યાંથી દૃષ્ટિને દૂર કરવી જોઈએ, પરંતુ તે અવયવોને જોવા માટે ફરી યત્ન ન ક૨વો જોઈએ. જો સાધુ બ્રાહ્મચર્યની ગુપ્તિના ઉપયોગવાળા ન હોય તો તથા સ્વભાવે સ્ત્રીનાં વિશેષ દર્શન માટે ઉપયોગ પ્રવર્તે તો બ્રહ્મચર્યના ભંગની પ્રાપ્તિ થાય. માટે જેમ સાધુએ સદા ઉચિત ક્રિયામાં મનનું
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy