________________
૨૯૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૪૦, ૪૧
સૂત્રાર્થ :
વિવિક્ત વસતિનું સેવન કરવું જોઈએ. ૪૦/૩૦૯ll ટીકા - ___ 'विविक्तायाः' स्त्रीपशुपण्डकविवर्जितायाः 'वसतेः' आश्रयस्य 'सेवा' परिभोगो विधेयः, अविविक्तायां हि वसतौ वतिनां ब्रह्मचर्यव्रतविलोपप्रसङ्ग इति ।।४०/३०९।। ટીકાર્ચ -
વિવિધ:' પ્રસાત્તિ | સ્ત્રી, પશુ, નપુંસક આદિથી રહિત એવી વસતિનું આશ્રયસ્થાનનું સેવન કરવું જોઈએ=પરિભોગ કરવો જોઈએ. દિકજે કારણથી અવિવિક્ત વસતિમાં=સ્ત્રી આદિના સંસર્ગવાળી વસતિમાં વ્રતીના-ચારિત્રીઓના બ્રહ્મચર્યવ્રતના વિલોપનો પ્રસંગ છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૪૦/૩૦૯ ભાવાર્થ :
સાધુઓ સંયમના ઉપષ્ટભક વસતિનું યાચન કરીને સદા નિવાસ કરનારા હોય છે અને તેવી વસતિ ગ્રહણ કરતી વખતે જે વસતિની આજુબાજુ સ્ત્રી, પશુ, નપુંસક આદિ ફરતા હોય તેવી વસતિનો ત્યાગ કરવો જોઈએ; કેમ કે અનાદિનો મોહનો અભ્યાસ હોવાથી આત્મામાં પડેલા કામના સંસ્કારો સ્ત્રીને જોઈને ઉદ્ભવ પામે છે કે પશુની તે પ્રકારની ચેષ્ટા જોઈને ઉદ્ભવ પામે છે, નપુંસક જીવોની તે તે પ્રકારની કામની ચેષ્ટા જોઈને ઉદ્ભવ પામે છે. માટે સ્વાધ્યાય આદિમાં યતમાન પણ સાધુ તેવા નિમિત્તને પામીને વિકારવાળા થાય તો બ્રહ્મચર્ય વ્રતના વિનાશનો પ્રસંગ આવે માટે સદા તેવા આલંબન વાળી વસતિથી સાધુએ દૂર રહેવું જોઈએ. ૪૦/૩૦લા અવતરણિકા -
अत एव ब्रह्मचर्यव्रतपरिपालनाय एतच्छेषगुप्तीरभिधातुं 'स्त्रीकथापरिहारः' इत्यादि 'विभूषापरिवर्जनम्' इतिपर्यन्तं सूत्राष्टकमाह, तत्र - અવતરણિકાર્ય :
આથી જ સ્ત્રી આદિથી રહિત વસતિના સેવનથી બ્રહ્મચર્યવ્રતનું પાલન સુખદ બને છે આથી જ, બ્રહ્મચર્યવ્રતના પરિપાલન માટે આવી શેષ ગુપ્તિને=બ્રહ્મચર્યની શેષ ગુપ્તિને, કહેવા માટે સ્ત્રીકથાપરિહાર ઈત્યાદિથી વિભૂષાપરિવર્જન સુધી આઠ સૂત્રને કહે છે. ત્યાં=આઠ સૂત્રમાં –
સૂત્ર :
स्त्रीकथापरिहारः ।।४१/३१०।।