________________
૨૬
ધર્મબિંદ પ્રકરણ ભાગ- ૨ | અધ્યાય-૫ | સુત્ર-૬, ૧૭
તથા “જે પ્રમાણે ભ્રમર અને મધુકરનો સમુદાય ખીલેલા વનખંડમાં વસે છે એ રીતે ગ્લાસસાધુમાં ત્યક્તકેતવવાળા સાધુએ વૈયાવચ્ચના અર્થે યત્ન કરવો જોઈએ. II૧૬૭" (નિશીથભાષ્ય ૨૯૭૧) ૧૬/૨૮૫
જ અહીં ઉદ્ધરણમાં યવન' છે તેનો અર્થ એ છે કે સાધુના નિર્જરારૂપ કૃત્યમાં યત્ન કરનારા એવા સાધુએ ગ્લાનમાં યત્ન કરવો જોઈએ એમ અન્વય છે.
ભાવાર્થ :
સાધુ સંયમની વૃદ્ધિના અર્થી હોય છે અને તેના ઉપાયભૂત સમભાવમાં સદા યત્ન કરે છે. સમભાવનો ઉપાય જેમ પોતાની શક્તિને ગોપવ્યા વગર ચારિત્રના ઉચિત આચારોમાં યત્ન છે તેમ ચારિત્રમાં યત્ન કરનારા પણ ગ્લાનાદિ સાધુઓ વિશેષ પ્રકારે ચારિત્રમાં યત્ન કરી શકે તે અર્થે પોતાની શક્તિ અનુસાર સાધુએ તેઓની વૈયાવચ્ચ કરીને તેઓની સંયમની વૃદ્ધિમાં સહાયક થવું જોઈએ. જો શક્તિ હોવા છતાં ગ્લાનાદિની વૈયાવચ્ચ સાધુ ન કરે તો સર્વ જીવો પ્રત્યેનો સમભાવનો પરિણામ ગ્લાન થાય તેથી ગ્લાનાદિના હિતની ઉપેક્ષાનો ભાવ પ્રાપ્ત થાય છે.
વળી, જે સાધુ શક્તિ અનુસાર ગ્લાનાદિની વૈયાવચ્ચ કરે છે તે સાધુને તેઓની સંયમની વૃદ્ધિમાં સહાય કરવાનો નિર્મળ અધ્યવસાય હોવાથી ભવાંતરમાં સંયમની પ્રાપ્તિનું કારણ બને તેવું શુભ ઉદયવાળું કર્મ પ્રાપ્ત થાય છે અને તે બતાવવા માટે જ ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે કોઈ સાધુ ભગ્નપરિણામવાળા થાય તો ચારિત્ર નાશ પામે છે. વળી, કાળ કરી જાય તો દેવભવની પ્રાપ્તિના કારણે ચારિત્ર નાશ પામે છે. વળી, ભણેલું શ્રુત પણ સ્વાધ્યાય કરવામાં ન આવે તો નાશ પામે છે, પરંતુ વૈયાવચ્ચકાળમાં થયેલા શુભ અધ્યવસાયથી બંધાયેલું શુભ ઉદયવાળું કર્મ નાશ પામતું નથી. માટે કલ્યાણના અર્થી સાધુએ શક્તિને ગોપવ્યા વગર નિર્જરાના પ્રબળ કારણભૂત અને નિર્જરાના સહવર્તી બંધાયેલા ઉત્તમ પુણ્યના ફલરૂપે જન્માંતરમાં વિશેષ સંયમની પ્રાપ્તિ થાય છે એવા વૈયાવચ્ચમાં અપ્રમાદભાવ કરવો જોઈએ.
વળી, નિશીથભાષ્યના વચન અનુસાર જેમ ભ્રમરાદિ પુષ્પોના વનોમાં સદા જાય છે તેમ વૈયાવચ્ચ કરીને યોગ્ય જીવોના સંયમની વૃદ્ધિ કરવાનું સામર્થ્ય છે તેવા મહાત્માઓએ અવશ્ય તેમાં યત્ન કરવો જોઈએ. l/૧૧/૨૮પમાં
અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :અને –