________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૩૬, ૩૭ સૂત્રઃ
--
સૂત્રાર્થ
ઉપાયથી છ કાયનું પાલન પ્રવ્રજ્યા લેનાર પાસેથી ગુરુએ કરાવવું જોઈએ. II૩૬/૨૬૨ણા
ટીકા ઃ
‘उपायतः’ उपायेन निरवद्यानुष्ठानाभ्यासरूपेण 'कायानां' पृथिव्यादीनां 'पालनं' रक्षणं प्रविव्रजिषुः પ્રાળી વ્હાર્યત કૃતિ ારૂ૬/૨૬૨।।
ઉપાયતઃ વ્હાયપાલનમ્ ||રૂ૬/૨૬૨||
ટીકાર્થ ઃ
‘ઉપાયતઃ કૃતિ ।। નિરવદ્ય અનુષ્ઠાનના અભ્યાસરૂપ ઉપાયથી પૃથ્વી આદિ છ કાયનું પાલન દીક્ષાર્થી પાસેથી ગુરુએ કરાવવું જોઈએ.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૩૬/૨૬૨ા
-
ભાવાર્થ :
પ્રવ્રજ્યાને અભિમુખ થયેલા યોગ્ય જીવને દીક્ષા આપ્યા પૂર્વે દીક્ષા લીધા પછી જે છ કાયનું પાલન ક૨વાનું છે તેને અનુરૂપ ઉચિત ક્રિયાઓ દ્વારા અભ્યાસ કરાવવા અર્થે ગૃહસ્થ અવસ્થામાં કયા કયા પ્રકારના આચારો પાળવા જોઈએ તેનો ઉપદેશ આપે છે અને કહે છે કે દીક્ષા ગ્રહણ કર્યા પછી છ કાયના પાલનને અનુકૂળ શક્તિ સંચિત થયેલ હશે તો જ દીક્ષા ગ્રહણ કર્યા પછી આજીવન સુધી કંટક આકીર્ણ ભૂમિમાં ગમનાગમનની જેમ પ્રવૃત્તિ કરીને છ કાયનું રક્ષણ કરવાનું સામર્થ્ય પ્રગટશે અને મોહના પરિણામરૂપ શત્રુનો નાશ ક૨વા માટે સુભટના પરિણામ જેવું અંતરંગ વીર્ય સંચિત થશે. માટે દીક્ષા ગ્રહણ કર્યા પૂર્વે પણ સતત યતનાપૂર્વક ગમનાગમનની પ્રવૃત્તિ કરવી જોઈએ અને શ્રુતથી આત્માને વાસિત કરીને મોહની શક્તિનો નાશ કરવો જોઈએ તે પ્રકારે ઉપાય કરવાથી પોતાના ભાવપ્રાણનો અને છ કાયના પાલનનો યત્ન દીક્ષાર્થી પાસે ગુરુ કરાવે છે. II૩૬/૨૬૨ા
અવતરણિકા --
तथा
૨૩૩
અવતરણિકાર્ય :
અને
સૂત્ર --
—
ભાવવૃદ્ધિરામ્ ||રૂ૭/૨૬૩।।