________________
૨૩૨
“तिहिं उत्तराहिं तह रोहिणीहिं कुज्जा उ सेहनिक्खमणं । गणिवायए अणुन्ना महव्वयाणं च आरुहणा । । १५५ । ।" [ पञ्चव० ११२]
“चाउद्दसिं पन्नरसिं वज्जेज्जा अट्ठमिं च नवमिं च ।
छट्ठि च चउत्थिं बारसिं च दोन्हं पि पक्खाणं । । १५६ ।। " [ गणिविद्या० ७ ] [तिसृषूत्तरासु तथा रोहिण्यां कुर्यात्तु शैक्षनिष्क्रमणम् ।
गणिवाचकयोरनुज्ञां महाव्रतानां चारोपणा ।। १ ।।
चतुर्दशीं पञ्चदशीं वर्जयेत् अष्टमी नवमीं च ।
षष्ठीं च चतुर्थी द्वादशीं च द्वयोरपि पक्षयोः ।।२ ।।] इत्यादि । । ३५ / २६१ ।।
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર–૩૫, ૩૬
ટીકાર્ય :
‘તિય’ . ફત્યાદ્રિ ।। પ્રવ્રજ્યા દાન યોગ્ય એવા ઉચિત કાળની=વિશિષ્ટ તિથિ, નક્ષત્ર આદિ યોગ રૂપ ગણિવિદ્યા નામના પ્રકીર્ણકથી નિરુપિત એવા કાળવી, અપેક્ષા રાખવી જોઈએ=આદર કરવો જોઈએ. જે કારણથી ત્યાં=ગણિવિદ્યા નામના પ્રકીર્ણક ગ્રંથમાં કહેવાયું છે
-
“ત્રણ ઉત્તરાઓમાં અને રોહિણીઓમાં શૈક્ષનું નિષ્ક્રમણ કરવું જોઈએ. ગણિપદ અને વાચકપદથી અનુજ્ઞા અને મહાવ્રતોની આરોપણા કરવી જોઈએ. ।।૧૫૫૪" (પંચવસ્તુક પ્રકરણ - ગાથા-૧૧૨)
“શુકલ અને કૃષ્ણપક્ષની બંને ચૌદશ, અમાસ, પૂનમ, આઠમ, નોમ, છઠ્ઠ, ચોથ અને બારસ, આ તિથિઓમાં દીક્ષા ન આપવી. અને આ સિવાયની પણ અન્ય જે તિથિઓ દોષ રહિત હોય તેમાં દીક્ષા આપવી જોઈએ. ૧૫૬" (ગણિવિદ્યા૦ ૭) ઇત્યાદિ. ।।૩૫/૨૬૧॥
ભાવાર્થ
વળી નિમિત્તશુદ્ધિનો નિર્ણય કર્યા પછી ગુરુએ પ્રવ્રજ્યા માટે ઉચિત કાળની અપેક્ષા કરવી જોઈએ. અર્થાત્ જ્યાં સુધી ઉચિત નક્ષત્ર આદિ યોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાલક્ષેપ કરીને ઉચિત કાળે દીક્ષા આપવી જોઈએ; કેમ કે ફળની નિષ્પત્તિ પ્રત્યે જેમ બાહ્ય નિમિત્ત સૂચક છે તેમ ઉચિત કાળ પણ કારણ છે. ||૩૫/૨૬૧॥
-
અવતરણિકા :
તથા
અવતરણિકાર્ય :
અને –
--