SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ / સૂત્ર-૩૧ માત્રથી અસાધ્ય તેવા પ્રકારનાં ઔષધ આદિ પ્રયોગયોગ્ય=મટે તેવો મહાન રોગ થયો અને ત્યાં=જંગલમાં તેમના પ્રત્યેના રાગથી જ આ=કુલપુત્ર, આ પ્રમાણે વિચારે છે – નિયમથી આ ગુરુજન ઔષધ આદિ વગરના રોગ વગરના થશે નહિ અને ઔષધ આદિના સદ્ભાવમાં કદાચ જીવશે એવો સંશય છે અને કદાચ નહિ જીવે એવો સંશય છે અને હું ઔષધ લાવીશ ત્યાં સુધી આ ગુરુવર્ણ કાલસહ છે=જીવી શકે તેમ છે, તેથી તેવા પ્રકારના અનેક પ્રકારનાં વચનના ઉપચાસથી તેઓને સ્થાપન કરીને=જંગલમાં કોઈક ઉચિત સ્થાને સ્થાપન કરીને તેનાં ઔષધ આદિ નિમિત્ત અને પોતાની આજીવિકાના હેતુથી તેઓનો ત્યાગ કરતો આ કુલપુત્ર સુંદર જ છે. જે કારણથી આ ત્યાગ અત્યાગ જ છે, જે વળી અત્યાગ છે તે પરમાર્થથી ત્યાગ જ છે. જે કારણથી આમાં આવા પ્રસંગમાં ફલ પ્રધાન છેeતેઓ જીવે તે પ્રકારનું ફલ મુખ્ય છે અને ધીર પુરુષો આને આવા પ્રસંગે માતાપિતાદિ રજા ન આપે તોપણ તેનો ત્યાગ કરીને જવું એને જોનારા જ થાય છે, તેથી ઔષધના સંપાદનથી તેઓને જીવાડે પણ એ પ્રકારના સંભવ હોવાથી આeતેઓનો ત્યાગ, સપુરુષોને ઉચિત છે. આ પ્રમાણે પૂર્વમાં દષ્ટાંત આપ્યું એ પ્રમાણે, શુક્લ પાક્ષિક મહાપુરુષ=જે મહાત્મા અલ્પકાળમાં સંસારનો અંત કરે એવા મહાપુરુષ, સંસારરૂપી જંગલમાં પડેલાં માતાપિતાદિથી યુક્ત ધર્મપ્રતિબદ્ધ માનસવાળો વિહરે છે. અને તેઓને=માતાપિતાદિને, ત્યાં=સંસારરૂપી અટવીમાં, નિયમથી વિનાશક અપ્રાપ્ત સમ્યક્ત બીજાદિ દ્વારા પુરુષ માત્રથી સાધવા માટે અશક્ય, અને સંભવતા સમ્યક્તાદિ ઔષધવાળું=સમ્યક્તાદિ ઔષધથી મટે તેવી સંભાવનાવાળું, દર્શનમોહાદિના ઉદયરૂપ કર્મ નામનો મહારોગ થાય. ત્યાંeતે પ્રસંગમાં, તે શુક્લપાક્ષિક પુરુષ ધર્મનાં પ્રતિબંધથી જ=ધર્મ પ્રત્યેના રાગથી જ, આ પ્રમાણે વિચારે છે – શું વિચારે છે ? તે “યતથી સ્પષ્ટ કરે છે – આ=માતાપિતાદિ, સમ્યક્ત આદિ ઔષધ વગર અવશ્ય વિનાશ પામશે. તેના સંપાદનમાં=સમ્યક્વાદિ ઔષધના સંપાદનમાં, વિભાષા છે-કદાચ જીવે અથવા કદાચ ન જીવે એ પ્રકારની વિભાષા છે=કદાચ ધર્મ પામે અથવા કદાચ ધર્મ ન પામે એ પ્રકારનો વિકલ્પ છે. અને આ લોકો=માતાપિતાદિ વ્યવહારથી કાલસહ છે જીવી શકે તેમ છે. તેથી ગૃહવાસ સુધી જયાં સુધી ગૃહવાસમાં છે ત્યાં સુધી નિર્વાહ આદિની ચિંતાથી તે પ્રકારે સ્થાપન કરીને, તેઓના સખ્યત્વે આદિ ઓષધ નિમિત્ત અને સ્વચારિત્રના લાભના નિમિત્ત, પોતાના ઔચિત્યના કરણથી ત્યાગ કરતો છતો અભિષ્ટ સંયમની સિદ્ધિથી સાધુ જ છે. આ ત્યાગ તત્વના ભાવથી અત્યાગ છે= સ્વપરના હિતના ભાવનથી અત્યાગ છે. અને મિથ્યાભાવતથી અત્યાગ જ ત્યાગ છેઃસ્વપરનાં હિતાહિતના અવિચારરૂપ મિથ્યાભાવથી માતાપિતાદિનો અત્યાગ જ ત્યાગ છે. અહીં આવા પ્રસંગમાં, તત્વનું ફલ પારમાર્થિક ફલ, બુધપુરુષોને પ્રધાન છે, જે કારણથી ધીર એવા આસન્ન ભવ્યજીવો આને જોનારા છે=આવા પ્રસંગે ત્યાગ કરવો
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy