________________
૨૧૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૦, ૨૧ છે=ઉચિત કાળે ઉચિત કૃત્ય શું કરવું જોઈએ ? એમાં જે પુરુષનું ઉપપદ્મપણું છે, તે યોગ્યતાથી અભિન્ન છે અર્થાત્ યોગ્યતારૂપ છે એ પ્રમાણે સિદ્ધસેન નીતિકાર=શાસ્ત્રકૃતવિશેષ, કહે છે. ૦૨૦/૨૪૬||
ભાવાર્થ :
આત્માને માટે હિતનું કારણ બને એવા પુરુષના પરાક્રમથી સાધ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર કાર્યો છે અને એ ચાર કાર્યો વિષયક પોતાની ભૂમિકાનું સમ્યક્ આલોચન કરીને જે બુદ્ધિમાન પુરુષો ઉચિત કાળે ઉચિત પ્રવૃત્તિમાં જ યત્ન કરે છે તેવા જીવમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની યોગ્યતા છે; કેમ કે એવા બુદ્ધિમાન પુરુષો એકાંતે જેનાથી હિત થાય તેનો ઉચિત નિર્ણય કરીને તે તે કાળે ધર્મ, અર્થ આદિમાં યત્ન કરીને જ્યારે સંપૂર્ણ ધર્મ સેવવાની શક્તિનો સંચય થાય ત્યારે તે પુરુષ પ્રવ્રજ્યા ગ્રહણ કરવા તત્પર થાય છે, તેથી તેવા જીવમાં દીક્ષાની યોગ્યતા છે.
આ શ્રી સિદ્ધસેન નામના નીતિકારનું વચન વિશિષ્ટ પુરુષોને લાગુ પડે છે. આથી જ તીર્થંકર કે તેવા બુદ્ધિમાન પુરુષો ઉચિત કાળે તે તે પુરુષાર્થ સેવીને સંયમની યોગ્યતા પ્રગટે ત્યારે જ સંયમ લે છે. ||૨૦/૨૪૬॥
અવતરણિકા :
इत्थं दश परतीर्थिकमतान्युपदर्श्य स्वमतमुपदर्शयन्नाह
-
અવતરણિકાર્ય :
આ રીતે=સૂત્ર-૬થી અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, દશ પરતીર્થિકોના મતોને બતાવીને સ્વમતને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
સૂત્ર :
भवन्ति त्वल्पा अपि असाधारणा गुणाः कल्याणोत्कर्षसाधका इति
||૨૧/૨૪૭||
સૂત્રાર્થ -
અલ્પપણ અસાધારણ ગુણો કલ્યાણના ઉત્કર્ષને સાધનારા થાય છે. ।।૨૧/૨૪૭II ટીકા ઃ
'भवन्ति' न न भवन्ति, 'तुः ' पूर्वमतेभ्योऽस्य वैशिष्ट्यख्यापनार्थः, 'अल्पा अपि परिमिता अपि, किं पुनरनल्पा इति अपिशब्दार्थः, 'गुणा' आर्यदेशोत्पन्नतादयः 'असाधारणाः ' सामान्यमानवेष्वसम्भवन्तः 'कल्याणोत्कर्षसाधकाः ' प्रव्रज्याद्युत्कृष्टकल्याणनिष्पादकाः,