________________
૧૮૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૪, શ્લોક-૧, ૨ ભાવાર્થ :
પ્રથમ અધ્યાયથી માંડીને અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ સામાન્યથી ગૃહસ્થધર્મનું અને વિશેષથી ગૃહસ્થધર્મનું વર્ણન કર્યું તે રીતે ગૃહસ્થધર્મના યથાર્થ સ્વરૂપને જાણીને જે મહાત્મા તેવા ગૃહસ્થધર્મથી યુક્ત હોય અને ગૃહવાસનું સેવન કરતા હોય, તે ગૃહસ્થધર્મવાળા મહાત્મા ગૃહસ્થ અવસ્થાને અનુરૂપ સર્વ ઉચિત કૃત્યો દ્વારા ચારિત્રમોહનીયરૂપ પાપકર્મથી મુકાયા છે અર્થાત્ તે તે પ્રકારના ગૃહસ્થ ધર્મના આચારથી વિરુદ્ધ અનુચિત પ્રવૃત્તિ કરાવે તેવા પાપ આપાદક કર્મો વિદ્યમાન હતા તે વિવેકપૂર્વકના સેવાયેલા ગૃહસ્થધર્મથી ક્ષીણ-ક્ષીણતર થાય છે અને પ્રતિદિન તે આચારોને સેવવાથી તે તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરે તેવી ઉચિત પરિણતિવાળા તે મહાત્મા બને છે. તેથી સર્વવિરતિની આસન્ન ભૂમિકાવાળા ચારિત્રમોહનીયકર્મથી તેઓ મુક્ત થાય છે.
કઈ રીતે સર્વવિરતિને અનુકૂળ એવા ચારિત્રમોહનીયરૂપ પાપકર્મથી મુકાય છે ? તે સ્વયં ગ્રંથકારશ્રી આગળમાં બતાવે છે. III અવતરણિકા :
एतदपि कथमित्याह - અવતરણિકાર્ચ -
આ પણ=પૂર્વ શ્લોકમાં કહ્યું કે ગૃહસ્થ ધર્મને સેવતો શ્રાવક સર્વવિરતિને અનુકૂળ એવા ચારિત્રમોહનીયકર્મથી મુકાય છે એ પણ, કેવી રીતે છે? એથી કહે છે – બ્લોક :
सदाज्ञाराधनायोगाद् भावशुद्धेर्नियोगतः ।
उपायसम्प्रवृत्तेश्च सम्यक्चारित्ररागतः ।।२।। શ્લોકાર્ચ -
સઆજ્ઞા આરાધનાના યોગને કારણે અવશ્યપણાથી ભાવશુદ્ધિ થવાથી, અને સમ્યગ્રચારિત્રનો રાગ હોવાને કારણે ઉપાયથી સમ્યફ પ્રવૃત્તિ હોવાથી ગૃહસ્થાશ્રમને સેવતો શ્રાવક ચારિત્રમોહનીયકર્મથી મુકાય છે એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે. પુરા ટીકાઃ- 'सन्' अकलङ्कितो य आज्ञाराधन(ना?)योगो' 'यतिधर्माभ्यासासहेनादौ श्रावकधर्मः अभ्यसनीयः' इत्येवंलक्षणो जिनोपदेशसंबन्धः, तस्माद् यका 'भावशुद्धिः' मनोनिर्मलता, तस्याः 'नियोगतः' अवश्यन्तया, तथा 'उपायसम्प्रवृत्तेश्च, उपायेन' शुद्धहेत्वगीकरणरूपेण 'प्रवृत्तेः' चेष्टनात्, 'च'कारो