________________
૧૮૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪| શ્લોક-૧ (થોથો અધ્યાય)
અવતરણિકા :
व्याख्यातस्तृतीयोऽध्यायः, साम्प्रतं चतुर्थ आरभ्यते, तस्य चेदमादिसूत्रम् - અવતરણિકાર્ય -
ત્રીજો અધ્યાય વ્યાખ્યા કરાયો. હવે ચોથા અધ્યાયનો પ્રારંભ કરાય છે અને તેનું ચોથા અધ્યાયનું આઆગળમાં કહેવાય છે એ આદિસૂત્ર છે=પ્રથમ શ્લોક છે. ભાવાર્થ :
ત્રીજા અધ્યાયમાં દેશવિરતિના પાલનરૂપ વિશેષ ગૃહસ્થધર્મનું વર્ણન કર્યું અને તેના પાલનથી જીવો સર્વવિરતિની શક્તિના સંચયવાળા થાય છે એમ પૂર્વમાં કહ્યું, તેથી હવે દેશવિરતિના પાલનથી કઈ રીતે સર્વવિરતિ શક્તિનો સંચય થાય છે ? તે બતાવીને સર્વવિરતિધર્મની ગ્રહણની વિધિ બતાવે છે – શ્લોક :
एवं विधिसमायुक्तः सेवमानो गृहाश्रमम् ।
चारित्रमोहनीयेन, मुच्यते पापकर्मणा ।।१।। શ્લોકાર્ચ -
આ રીતે પ્રથમ અધ્યાયમાં સામાન્ય ગૃહસ્વધર્મની વિધિ બતાવી અને ત્રીજા અધ્યાયમાં વિશેષથી શ્રાવકધર્મની વિધિ બતાવી એ રીતે, વિધિથી સમાયુક્ત ગૃહાશ્રમને સેવતો પુરુષ ચારિત્રમોહનીય પાપકર્મથી મુકાય છે. I/II. ટીકા -
'एवम्' उक्तरूपेण 'विधिना' सामान्यतो विशेषतश्च गृहस्थधर्मलक्षणेन 'समायुक्तः' सम्पन्नः 'सेवमानः' अनुशीलयन् ‘गृहाश्रम' गृहवासम्, किमित्याह-'चारित्रमोहनीयेन' प्रतीतरूपेण 'मुच्यते' परित्यज्यते 'पापकर्मणा' पापकृत्यात्मकेन ।।१।। ટીકાર્ચ -
જીવ' .... પાપકૃત્યાત્મન ! આ રીતેપૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, વિધિથી=સામાન્યથી અને વિશેષથી ગૃહસ્થ ધર્મરૂપ વિધિથી સમાયુક્ત=સંપન્ન ગૃહવાસને સેવતો પુરુષ ચારિત્રમોહનીયપાપકર્મથી મુકાય છે. [૧]