________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮૩, ૮૪
અવતરણિકા :
दृश
અવતરણિકાર્થ :
કેવા પ્રકારની સંધ્યા વિધિનો સ્વીકાર કરવો જોઈએ ? તે કહે છે સૂત્રઃ
પૂનાપુરસ્કર ચૈત્યાવિવન્ધનમ્ ।।૮૩/૨૧૬।।
સૂત્રાર્થ
પૂજાપૂર્વક ચૈત્યાદિનું વંદન કરવું જોઈએ. II૮૩/૨૧૬।।
ટીકા ઃ
-
-
तत्कालोचितपूजापूर्वकं 'चैत्यवन्दनं' गृहचैत्यचैत्यभवनयोः, 'आदि'शब्दाद् यतिवन्दनं माताપિતૃવનનં = ૫૮૩/૨૬।।
ટીકાર્ય ઃ
तत्कालोचितपूजापूर्वकं
માતાપિતૃવનનું ચ ।। તે કાળને ઉચિત=સંધ્યાકાળને ઉચિત એવી પૂજા પૂર્વક ગૃહચૈત્ય અને ચૈત્યભવનમાં ચૈત્યવંદન કરવું જોઈએ. ‘ગાવિ’ શબ્દથી=‘ચેત્વાતિ'માં રહેલા ‘આવિ’ શબ્દથી, સાધુને વંદન કરવું જોઈએ અને માતા-પિતાને વંદન કરવું જોઈએ. II૮૩/૨૧૬॥ ભાવાર્થ :
૧૬૩
શ્રાવક ધર્મની વૃદ્ધિના અત્યંત અર્થી હોય છે, તેથી પોતાની શક્તિનો વિચાર કરીને જો પોતાનું ગૃહચૈત્ય હોય તો ત્યાં અને સંઘના ચૈત્યમાં ધૂપ આદિ ઉચિત પૂજાપૂર્વક ચૈત્યવંદન કરે, જેથી ભગવાનના ગુણોથી ચિત્ત વાસિત બને અને સર્વ ઉદ્યમથી સંસારનો ઉચ્છેદ કરવા માટે તત્પર થયેલા છે તેવા સુસાધુને વંદન કરીને તેમના ગુણોથી આત્માને વાસિત કરે; જેથી સર્વવિરતિની શક્તિનો સંચય અતિશય અતિશયતર થાય.
-
વળી, શ્રાવક પ્રાયઃ વિવેકસંપન્ન હોય છે, તેથી આલોકમાં પણ જે પોતાના ઉપકારી માતા-પિતા છે તેમને વંદન કરે, જેથી કૃતજ્ઞતાગુણ વૃદ્ધિ પામે. II૮૩/૨૧૬ા
અવતરણિકા :
तथा
અવતરણિકાર્થ :
અને
—