________________
૧૬૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮૧, ૮૨ તેથી દિવસ-રાત આરંભની પ્રવૃત્તિમાં ન રહે તે રીતે જ જીવવું જોઈએ જેથી શીઘ્ર સર્વવિરતિની શક્તિનો
સંચય થાય. II૮૧/૨૧૪||
અવતરણિકા :
एनामेव विशेषत आह
અવતરણિકાર્થ :
આને જ=સંધ્યાની વિધિને જ, વિશેષથી કહે છે -
ભાવાર્થ:
પૂર્વસૂત્રમાં સામાન્યથી કહ્યું કે સંધ્યાવિધિનું પાલન કરવું જોઈએ. તેથી હવે કઈ કઈ સંધ્યાવિધિનું પાલન ક૨વું જોઈએ ? તે ક્રમસર સૂત્ર-૮૨ થી ૯૩ સુધી કહે છે
સૂત્રઃ
યોનિતં તદ્ઘતિપત્તિઃ ।।૮૨/૨૧।।
સૂત્રાર્થ
-
:
યોચિત તેનો સ્વીકાર કરવો જોઈએ. II૮૨/૨૧૫।।
ટીકાઃ
'
‘યથોચિત' યથાસામર્થ્ય ‘તપ્રતિપત્તિ: ' સાન્ધ્યવિધિપ્રતિપત્તિરિતિ।।૮૨/૨૯।।
ટીકાર્ય ઃ
‘થોચિત’ પ્રતિપત્તિરિતિ ।। યથાઉચિત=પોતાના સામર્થ્યને અનુરૂપ, તેનો=સંધ્યાવિધિનો, સ્વીકાર કરવો જોઈએ.
‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૮૨/૨૧૫।।
ભાવાર્થ:
યથોચિત=યથાસામર્થ્ય, સ્વીકાર કરવો જોઈએ=સંધ્યાવિધિનો સ્વીકાર ક૨વો જોઈએ. આશય એ છે કે શ્રાવક માત્ર બાહ્ય કૃત્યથી તોષ પામે તેવી પ્રકૃતિવાળા પ્રાયઃ હોતા નથી પરંતુ જે કૃત્ય કરે તેના ફળને પ્રાપ્ત કરે તેવી નિર્મળ બુદ્ધિવાળા હોય છે માટે પોતાની ચિત્તની ભૂમિકાને વિચાર કરીને જે જે કૃત્યો કરવાથી પોતાનું ચિત્ત વિશેષ વિશેષ પ્રકારે ધર્મથી ભાવિત બને તે તે પ્રકારનાં ઉચિત કૃત્યોનો નિર્ણય કરીને સંધ્યાકાળમાં તે કૃત્યો કરવાનો સ્વીકાર કરે; જેથી ઉત્તરોત્તર ધર્મની શક્તિની વૃદ્ધિ થાય. II૮૨/૨૧૫