________________
૧૬૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૯, ૮૦ ક્ષુદ્રાદિ ભાવો કે આર્તધ્યાન આદિ ભાવો થવાની સંભાવના રહે છે અને તેના નિવારણ અર્થે શ્રાવકે અનેક પ્રકારની કુશલ ભાવનાઓથી આત્માને ભાવિત કરવો જોઈએ.
તે કુશલ ભાવનામાંથી એક કુશલ ભાવના ટીકાકારશ્રી બતાવે છે – જગતના જીવો સુખી થાઓ; જગતના જીવો રોગરહિત થાઓ; આત્મહિતને જોનારા થાઓ અને જગતના જીવો કોઈ પાપ ન કરો એ પ્રકારની ભાવના શ્રાવકે કરવી જોઈએ, જેથી સર્વ જીવો પ્રત્યે દયાનો સ્વભાવ પ્રગટે.
આ સિવાય પણ સંસારના સ્વરૂપના ચિંતવનની કે સર્વવિરતિના સંચયનું કારણ બને તેવી પણ કુશલ ભાવનાઓ શ્રાવક કરે; જેથી સદા તત્ત્વથી ભાવિત ચિત્ત રહે. I૭૯/૨૧ણા
અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :
અને – સૂત્ર :
शिष्टचरितश्रवणम् ।।८०/२१३ ।। સૂત્રાર્થ :
શિષ્ટ ચરિત્રનું શ્રવણ કરવું જોઈએ. ૮૦/૨૧૩ ટીકા :
'शिष्टचरितानां' 'शिष्टचरितप्रशंसा' इति प्रथमाध्यायसूत्रोक्तलक्षणानां श्रवणं' निरन्तरमाकर्णनम्, तच्छ्रवणे हि तद्गताभिलाषभावान कदाचिद् लब्धगुणहानिः सम्पद्यत इति ।।८०/२१३।। ટીકાર્ચ -
શિખરિતાના' ... સાત રૂતિ | શિષ્ટતા આચારોનું શિષ્ટના ચરિત્રની પ્રશંસા એ પ્રકારના પ્રથમ અધ્યાયના ચૌદમા સૂત્રમાં કહેવાયેલા લક્ષણવાળા શિષ્ટતા આચારોનું, નિરંતર શ્રવણ કરવું જોઈએ; હિ=જે કારણથી તેના શ્રવણમાં શિષ્ટતા આચારવિષયક અભિલાષા થવાને કારણે ક્યારેય પણ પ્રાપ્ત થયેલા ગુણની હાનિ થાય નહિ.
ત્તિ” શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૮૦/૨૧૩ ભાવાર્થ :પ્રસ્તુત ગ્રંથના પ્રથમ અધ્યાયના-૧૪મા સૂત્રમાં બતાવ્યા તેવા શિષ્ટ પુરુષના આચારોનું કે સ્વભૂમિકા