________________
૧૫૬
ધર્મબિંદ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૫, ૭૬
ભાવાર્થ :
વળી, શ્રાવક ભોજનની પ્રવૃત્તિ કરતાં પૂર્વે ભગવાનની પૂજા કરે, સાધુ-સાધ્વીની શક્તિ અનુસાર સાધર્મિકની ભક્તિ કરે અને ત્યારપછી ભોજનની પ્રવૃત્તિ કરે. જેથી ભગવાનના ગુણોથી વાસિત થયેલું અને સુસાધુ અને સાધર્મિકની ભક્તિથી ઉલ્લસિત થયેલા ગુણના પક્ષપાતવાળું ચિત્ત બને, ત્યારપછી વિવેકપૂર્વક ભોજન કરે જેથી ભોજનની ક્રિયામાં પણ બહુ કર્મબંધ થાય નહિ. વળી, અન્યત્ર પણ કહ્યું છે એ પ્રમાણે ભોજન કરતાં પૂર્વે જિનપૂજા, ઉચિત દાન, પરિજનની સંભાળ, ઉચિત કૃત્ય, સ્થાનમાં બેસવું અને પોતે કરેલ પચ્ચકખાણનું સ્મરણ કરે જેથી પચ્ચક્ખાણ પ્રત્યે વિશેષ પક્ષપાત થાય, જેથી ભોજનની ક્રિયા પણ ધર્મના અંગરૂપ બને. ll૭૫/૨૦૮ અવતરણિકા - તથા -
અવતરણિકાર્ય :
અને –
સૂત્ર :
तदन्वेव प्रत्याख्यानक्रिया ।।७६/२०९।। સૂત્રાર્થ : -
ત્યારપછી જ=ભોજન કર્યા પછી તરત જ, પ્રત્યાખ્યાનની ક્રિયા કરે. II૭૬/૨૦૯ll. ટીકા :
'तदन्वेव' भोजनानन्तरमेव 'प्रत्याख्यानक्रिया' द्विविधाद्याहारसंवरणरूपा ।।७६/२०९।। ટીકાર્ચ -
તન્વેવ' સંવરપાપા ત્યારપછી તરત જ ભોજનની સમાપ્તિ પછી, તરત જ પ્રત્યાખ્યાનની ક્રિયા કરે=બે પ્રકારના આદિ આહારના સંવરણરૂપ પ્રત્યાખ્યાનની ક્રિયા કરે. ૭૬/૨૦૯. ભાવાર્થ
શ્રાવક સર્વવિરતિના અત્યંત અર્થી હોય છે. સર્વવિરતિકાળમાં મુનિ સર્વથા આહાર વાપરતા નથી, પરંતુ સંયમના અંગભૂત જ દેહના પાલન માટે આવશ્યક જણાય તેટલી જ આહારની બહારની પ્રવૃત્તિ કરે છે, અંતરંગ તો સદા આહારસંજ્ઞાથી પર હોય છે. શ્રાવકને પણ સાધુની જેમ આહારસંજ્ઞાના ઉચ્છેદની અત્યંત ઇચ્છા છે; કેમ કે આહાર સંજ્ઞા જીવના મોહના પરિણામરૂપ હોવાથી જીવને પીડાકારી છે અને તેના ઉચ્છેદના અર્થી એવા શ્રાવક ભોજન કર્યા પછી ચાર પ્રકારના આહારમાંથી બે પ્રકારના આદિ જે કાંઈ આહારનો