________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૧
૧૪૯
અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :અને –
સૂત્ર :
दुःखितेष्वनुकम्पा यथाशक्ति द्रव्यतो भावतश्च ।।७१/२०४।।
સૂત્રાર્થ –
દુઃખિતોમાં યથાશક્તિ દ્રવ્યથી અને ભાવથી અનુકંપા શ્રાવકે કરવી જોઈએ. ll૭૧/૨૦૪ll ટીકા -
"दुःखितेषु' भवान्तरोपात्तपापपाकोपहितातितीव्रक्लेशावेशेषु देहिष्वनुकम्पा कृपा कार्या 'यथाशक्ति' स्वसामर्थ्यानुरूपम्, 'द्रव्यतः' तथाविधग्रासादेः सकाशात, 'भावतो' भीषणभवभ्रमणवैराग्यसम्पादनादिरूपात्, 'चः' समुच्चये, दुःखितानुकम्पा हि तदुपकारत्वेन धर्मकहेतुः । यथोक्तम् - “अन्योपकारकरणं धर्माय महीयसे च भवतीति ।
ધાતપરમાનામવિવાદો વવિનામત્ર પારૂચા” [] તિ ૭૨/૨૦૪ ટીકાર્ચ -
પુષિતેપુ' ... વિ દુઃખિત જીવોમાં પૂર્વભવમાં બાંધેલા પાપના વિપાકથી ઉપહિત એવા અતિ તીવ્ર ક્લેશના આવેશવાળા દુઃખિત જીવોમાં, યથાશક્તિ પોતાના સામર્થ્યને અનુરૂપ, અનુકંપા કરવી જોઈએ. કઈ રીતે અનુકંપા કરવી જોઈએ ? તેથી કહે છે – તેવા પ્રકારની આહારાદિ સામગ્રીરૂપ દ્રવ્યથી અને ભીષણ એવા ભવભ્રમણમાં વૈરાગ્ય સંપાદન આદિપ ભાવથી અનુકંપા કરવી જોઈએ.
સૂત્રમાં ‘વ’ શબ્દ છે તે દ્રવ્ય અને ભાવના સમુચ્ચય અર્થમાં છે. દુઃખિતોમાં દયા કેમ કરવી જોઈએ ? એથી કહે છે – દુઃખિતોમાં કરાતી અનુકંપા તેમના ઉપકારકપણાથી ધર્મનો એક હેતુ છે–દયા કરનાર એવા શ્રાવકમાં ધર્મનિષ્પત્તિનું એક કારણ છે.