________________
૧૪૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૬૯, ૭૦ સુસાધુના ગુણો પ્રત્યેનો વધતો જતો બહુમાનભાવ સર્વસંગથી પર આત્માને કરીને મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થનાર છે માટે હું આ મહાત્માની ભક્તિ કરીને શીધ્ર મોક્ષફળને પામું એ પ્રકારના નિઃસંગતાના ભાવપૂર્વક વહોરાવે તે દાનની વિધિ છે.
પ્રસ્તુત સૂત્રમાં સત્કાર આદિ વિધિ બતાવી તે બહિરંગ આચરણારૂપ છે અને નિઃસંગતારૂપ બતાવી તે દાનકાળમાં વર્તતા ઉત્તમ ચિત્તરૂપ છે. II:/૨૦શા
સૂત્ર :
વીતરા-ધર્મસાધવ ક્ષેત્ર સાઉ૦/ર૦રૂ I સૂત્રાર્થ -
વીતરાગના ધર્મપ્રધાન સાધુઓ ક્ષેત્ર છે=દાનને યોગ્ય પાત્ર છે. I૭૦/૨૦૩|| ટીકા :
'वीतरागस्य' जिनस्य 'धर्मः' उक्तनिरुक्तः, तत्प्रधानाः 'साधवो' वीतरागधर्मसाधवः 'क्षेत्रं' दानार्ह पात्रमिति, तस्य च विशेषलक्षणमिदम् -
ક્ષાન્તો ટ્રાન્તો અને નિતેન્દ્રિય: સત્યવાયલીતા પ્રોસ્ટ્રિવિરત વિધિપ્રદીતા મવતિ પત્રમ્ આશરૂ II” [] I૭૦/ર૦રૂાા ટીકાર્ય :
વીતરા/0'... પાત્રમ્ ા વીતરાગતાં-જિનનાં, પૂર્વમાં કહેલાં લક્ષણવાળો ધર્મ તે છે પ્રધાન જેને એવા સાધુઓ વીતરાગધર્મસાધુઓ ક્ષેત્ર છે=દાનને યોગ્ય પાત્ર છે, અને તેમનું પાત્રનું વિશેષ લક્ષણ આ છે –
“શાંત=સમાવાળા, દાંત આત્માને નિગ્રહ કરનારા, મુક્ત=લોભપરિણામથી રહિત, જિતેન્દ્રિય=ઈન્દ્રિયના સંયમવાળા, સત્યવાગુ સત્યવચન બોલનાર, અભયદાતા=૭ કાયના જીવોને અભય આપનારા, કહેવાયેલા ત્રિદંડથી વિરત=મનવચન-કાયાના દંડથી વિરત, વિધિથી આહાર આદિને ગ્રહણ કરનારા પાત્ર છે=દાનને યોગ્ય પાત્ર છે. I૧૩૧” ) II૭૦/૨૦૩iા. ભાવાર્થ :
શ્રાવકને દાન આપવા યોગ્ય પાત્ર વીતરાગ ધર્મને સેવનારા સુસાધુઓ છે જેઓ સદા મન-વચન-કાયાને ગુપ્ત રાખીને જિનવચનથી નિયંત્રિત સર્વ ઉચિત ક્રિયાઓ કરીને આત્માને વીતરાગ ભાવથી ભાવિત કરે છે અને વિતરાગ થવામાં ઉપષ્ટભક એવાં આહાર-વસ્ત્ર આદિને ગ્રહણ કરે છે, તેઓ શ્રાવક માટે ભક્તિનાં ઉત્તમ પાત્ર છે, તેથી તેઓની ભક્તિ કરીને શ્રાવક સુખપૂર્વક સંસારસાગરને તરે છે. ll૭૦/૨૦૩