________________
૧૪૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૭ ભાવાર્થ :વળી, શ્રાવકે પોતાની શક્તિ અનુસાર ભગવાનના શાસનની ઉન્નતિ કરવી જોઈએ.
કઈ રીતે ભગવાનના શાસનની ઉન્નતિ કરવી જોઈએ ? તે બતાવતાં કહે છે – (૧) સમ્યફ ન્યાયપૂર્વકનો ધનઅર્જન આદિનો વ્યાપાર -
વિવેકસંપન્ન શ્રાવક પોતાની ભૂમિકા અનુસાર જે કાંઈ પ્રવૃત્તિ કરે તે સર્વ અતિ ઉચિત વિવેકવાળી હોય જેથી શિષ્ટ લોકોને તેની તે પ્રવૃત્તિ જોઈને ભગવાનના શાસન પ્રત્યે બહુમાન થાય છે જે શાસનની ઉન્નતિકરણ રૂપ છે અને ઉચિત પ્રવૃત્તિ તરીકે શ્રાવક જે ધનાર્જનાદિની પ્રવૃત્તિઓ કરે તે સમ્યક ન્યાયપૂર્વકના વ્યવહારથી કરે, જેથી ધર્મી એવા તે શ્રાવકના વ્યવહારથી ભગવાનનું શાસન શિષ્ટ લોકોને શ્રેષ્ઠ ભાસે. (૨) યથાઉચિત જનોનો વિનય :
વળી, પોતાના ઔચિત્ય અનુસાર શ્રાવક સર્વજનો સાથે ઉચિત વિનય કરે, જેને જોઈને શિષ્ટ પુરષોને જણાય કે ભગવાનના શાસનને પામીને આ મહાત્મા ઉત્તમ પ્રકૃતિવાળા બન્યા છે. (૩) દીન-અનાથનું ઉદ્ધરણ :
વળી, શ્રાવક દયાળુ સ્વભાવવાળા હોય જેથી દીન-અનાથ આદિનો શક્તિ અનુસાર ઉદ્ધાર કરે જેના વર્તનથી દીનાદિમાં પણ કોઈ યોગ્ય હોય તો તેને ધર્મ પ્રત્યે પ્રીતિ થવાથી તેનામાં ધર્મબીજનું આધાન થાય જેથી શાસનની ઉન્નતિની પ્રાપ્તિ થાય. (૪) સુસાધુનું પુરસ્કરણ:
વળી, વિવેકી શ્રાવક ભગવાનનાં વચન અનુસાર ચાલનારા સુસાધુના સ્વરૂપને જાણનારા હોય છે અને તેવા સુસાધુની હંમેશાં ભક્તિ કરે જેથી તે સુસાધુ સંયમધર્મનું સારી રીતે પાલન કરીને વિશેષ વિશેષ પ્રકારના ધર્મને સેવી શકે, તેથી શાસનની ઉન્નતિ થાય; કેમ કે અન્ય જીવોમાં શાસનનું વિશેષ પરિણમન એ જ શાસનની ઉન્નતિ છે. (પ) પરિશુદ્ધ શીલનું પાલન :
વળી, શ્રાવક સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી હોવાથી જે વ્રતો પોતે ગ્રહણ કર્યા છે તેના સ્વરૂપનો સૂક્ષ્મ બોધ કરીને તેમાં કોઈ અતિચાર ન લાગે તે રીતે યત્ન કરે અને અનાભોગાદિથી થયેલા અતિચારોનું સમ્યગુ બોધ કરીને શુદ્ધિ કરે તો તેના શીલનું પાલન પરિશુદ્ધ બને. તે પરિશુદ્ધ શીલનું પાલન ઉત્તર ઉત્તરના શીલની પ્રાપ્તિ દ્વારા શીઘ્ર સર્વવિરતિનું કારણ બને જેથી તે શ્રાવકમાં ભગવાનના શાસનની ઉન્નતિ થાય અને તેને જોઈને અન્ય જીવોને પણ શાસનની પ્રાપ્તિ થાય, તેથી પરિશુદ્ધ શીલનું પાલન શાસનની ઉન્નતિનું કારણ બને.