________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-પ૨, ૫૩
૧૨૫ સૂત્રાર્થઃ
ત્યારપછી જિનવચનના શ્રવણમાં નિયોગ કરવો જોઈએ=નિયમ=વ્યાપાર કરવો જોઈએ. પર) ૧૮૫II
ટીકા :
'संप्राप्तसम्यग्दर्शनादिः प्रतिदिनं साधुजनात् सामाचारी शृणोति' इति श्रावक इत्यन्वर्थसंपादनाय નિનવજનશ્રવને નિયો' નિયમ: વાર્થ તિ ૨/૮ ટીકાર્ય :
“સંગીતનાદિ . તે રૂત્તિ સંપ્રાપ્ત સમ્યગ્દર્શન આદિવાળા શ્રાવક પ્રતિદિન સાધુ પાસેથી સામાચારી=સાધુની સામાચારીને, સાંભળનારા છે એ પ્રકારના શ્રાવક શબ્દના અવર્થ સંપાદન માટે=શ્રાવક શબ્દના પારમાર્થિક અર્થના સંપાદન માટે, જિનવચતના શ્રવણમાં નિયોગ કરવો જોઈએ=નિયમ-વ્યાપાર કરવો જોઈએ.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પ૨/૧૮પા ભાવાર્થ :
જે શ્રાવક ભગવાનના વચનના સૂક્ષ્મ પરમાર્થને જાણનારા છે અને શક્તિ અનુસાર સર્વવિરતિની શક્તિમાં સંચય અર્થે દેશવિરતિનું પાલન કરે છે તેવા શ્રાવકો સંપ્રાપ્ત સમ્યગ્દર્શન આદિવાળા છે અને તેવા શ્રાવકોને પ્રતિદિન સાધુ પાસેથી સર્વવિરતિની સામાચારીને સાંભળવી જોઈએ જેથી સર્વવિરતિવાળા મહાત્મા કેવા ઉત્તમ આચારોને પાળીને સંસારના ઉચ્છેદ માટે ઉદ્યમ કરી રહ્યા છે તેનો સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ થાય એ પ્રકારના શ્રાવક શબ્દના વ્યુત્પત્તિ અર્થની મર્યાદા છે. જેથી શ્રાવકે સુસાધુને યોગ હોય તો તેમની પાસે જઈને સાધુના ઉચિત આચારોનું નિત્ય શ્રવણ કરવું જોઈએ જેથી સાધુ-સામાચારીના પારમાર્થિક સ્વરૂપનો સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ થાય અને સાધુજીવનના પારમાર્થિક સ્વરૂપ પ્રત્યેના પક્ષપાતને કારણે સર્વવિરતિનાં આવારક કર્મોનો શીધ્ર ક્ષય થાય જેથી ભાવથી સર્વવિરતિની શીધ્ર પ્રાપ્તિ થાય.
વળી કોઈ તેવા સંયોગને કારણે સાધુ પાસેથી સાધુસામાચારીના શ્રવણનો અવસર પ્રાપ્ત ન થાય તોપણ વિવેકી શ્રાવકે અવશ્ય પ્રતિદિન સાધુસામાચારીના સૂક્ષ્મ-સૂક્ષ્મતર પરમાર્થને જાણવા અને તે ભાવો પ્રત્યે પક્ષપાતની વૃદ્ધિ થાય તે રીતે તેને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ, જેથી વિદ્યમાન સમ્યગ્દર્શન નિર્મળનિર્મળતર થાય. I/પર/૧૮પા અવતરણિકા -
તતઃ -
અવતરણિકાર્ચ -
ત્યારપછી શ્રાવક અન્ય શું કરે ? તે બતાવે છે –