________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩૩, ૩૪ ભાવાર્થ
શ્રાવક સર્વવિરતિના શક્તિના સંચય અર્થે પૌષધ ઉપવાસ વ્રત ગ્રહણ કરે છે અર્થાત્ પર્વતિથિરૂ૫ પૌષધમાં ગુણોની સાથે વાસ થાય તે રીતે યત્ન કરે છે, જેથી પૌષધકાળ દરમ્યાન ઉચિત સ્વાધ્યાય આદિ દ્વારા સર્વવિરતિની શક્તિના સંચયને અનુકૂળ વીર્ય ઉલ્લસિત થાય તે રીતે સ્વાધ્યાય આદિ સર્વપ્રવૃત્તિઓ કરે છે, તેથી ઉચિત વસતિમાં યતનાપૂર્વક બેસીને આત્માને ભગવાનનાં વચનોથી સતત વાસિત કરે છે. આમ છતાં મળ-મૂત્રાદિ અર્થે શુદ્ધ ભૂમિમાં પરઠવવા માટે જવું પડે ત્યારે નિપુણતાપૂર્વક ભૂમિને જોઈને અને અપ્રમાદપૂર્વક પ્રમાર્જન કરીને મલાદિ પરઠવે તો પૌષધવ્રતમાં મલિનતા પ્રાપ્ત થાય નહિ. આમ છતાં પ્રમાદને વશ પૂરી ભૂમિને જોયા વગર તથા પ્રમાર્જના કર્યા વગર અનાભોગાદિથી પરઠવે તો અતિચારની પ્રાપ્તિ થાય.
વળી, ધર્મવૃદ્ધિના અર્થે કોઈ વસ્તુને ગ્રહણ કરવી પડે તો તે ગ્રહણ અને સ્થાપન પણ અત્યંત પ્રમાર્જના આદિ વિધિપૂર્વક કરે તો દોષ પ્રાપ્ત થાય નહિ. અનાભોગ આદિથી ધર્મના ઉપકરણને યથાર્થ પ્રમાર્જના આદિ કર્યા વગર ગ્રહણ-સ્થાપન કરે તો અતિચારની પ્રાપ્તિ થાય. વળી, સંથારા ઉપર કે પૌષધશાળા આદિમાં પણ ઉચિત પ્રમાર્જના આદિપૂર્વક આરોહણ કરે તો દોષ લાગે નહિ. અન્યથા અતિચારની પ્રાપ્તિ થાય.
વળી, અનાદર અને સ્મૃતિઅનુપસ્થાપન દોષ પણ સામાયિકની જેમ પૌષધમાં જાણવા. આ સર્વ દોષોનું યથાજ્ઞાન કરીને જે શ્રાવક શક્તિને ગોપવ્યા વગર પૌષધ દરમ્યાન ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળા થાય છે તેઓમાં સર્વવિરતિની શક્તિનો સંચય થાય છે. l૩૩/૧૦કા અવતરણિકા :
अथ चतुर्थस्य - અવતરણિતાર્થ -
ઉપદેશક શ્રાવકને વ્રત આપ્યા પછી શિક્ષાવ્રતના અતિચારોમાંથી ક્રમ પ્રાપ્ત ચોથા શિક્ષાવ્રતના અતિચારોનો બોધ કરાવે છે – સૂત્રઃ
सचित्तनिक्षेपपिधानपरव्यपदेशमात्सर्यकालातिक्रमाः ।।३४/१६७ ।। સૂત્રાર્થ:
સચિત્તમાં નિક્ષેપ, પિધાન=સાધુને આપવા યોગ્ય વસ્તુનું સચિવ વસ્તુથી પિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલ-અતિક્રમ. એ ચોથા શિક્ષાવતના અતિચારો છે. ll૧૪/૧૬૭