________________
ES
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂગ-૩૨ તેના અનુસારી જ જાણવા=શેષવ્રત અનુસારી જ જાણવા. અથવા પ્રાણાતિપાતાદિ સંક્ષેપકરણમાં બંધાદિ જ અતિચારો ઘટે છે. દિવ્રતના સંક્ષેપમાં વળી ક્ષેત્રનું સંક્ષેપપણું હોવાથી શબ્દાનુપાત આદિ પણ અતિચારો થાય. એથી ભેદથી બતાવાયા છેઃદિવ્રતના અતિચારોથી દેશાવગાસિક વ્રતના અતિચારો ભેદથી બતાવાયા છે, અને સર્વ વ્રતના ભેદોમાં વિશેષથી અતિચારો બતાવવાના નથી; કેમ કે રાત્રી ભોજન આદિ વ્રતના ભેદોમાં તેઓનું અતિચારોનું, અદર્શિતપણું છે અર્થાત્ અતિચારો બતાવાયા નથી.
તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૩૨/૧૬પા. ભાવાર્થ -
શ્રાવક સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવાના અત્યંત અભિલાષવાળા હોય છે અને સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવા માટે સંયમ ગ્રહણ કરીને સતત વીતરાગના વચનપૂર્વક ક્ષમાદિ ભાવોને અનુકૂળ યત્ન કરવામાં આવે તો સંપૂર્ણ નિરવદ્ય જીવન સંભવે. તેવા નિરવદ્ય જીવનના શક્તિના સંચય અર્થે દેહ સાથેના સંબંધની બુદ્ધિને અને ધનાદિ સાથેના સંબંધની બુદ્ધિને સંકોચ કરવા અર્થે શ્રાવક પ્રતિદિન કેટલાક કાળ માટે ક્ષેત્રનો સંકોચ સ્વશક્તિ અનુસાર કરે છે, તેથી તેટલા કાળ સુધી અત્યંત પરિમિત ક્ષેત્રથી બહારના ક્ષેત્રના આરંભસમારંભ કરવાને અનુકૂળ ચિત્તવૃત્તિનો શ્રાવકને સંકોચ પ્રાપ્ત થાય છે; કેમ કે વ્રતકાળ દરમ્યાન નિયત પરિમાણવાળા ક્ષેત્રથી બહારના ક્ષેત્રમાંથી કોઈ વસ્તુને લાવવાની કે મોકલવાની કે બહારના ક્ષેત્રમાં કોઈ કાર્ય કરવાની ઇચ્છાનો નિરોધ થાય છે, જેના બળથી ચિત્તમાં આરંભ-સમારંભના નિરોધ કરવાનું સામર્થ્ય પ્રગટે છે. આમ છતાં સુષુપ્ત રીતે ચિત્તમાં વર્તતા બાહ્ય પદાર્થોના સંગના પરિણામને કારણે અનાભોગાદિથી કોઈ શ્રાવક બહારના ક્ષેત્રમાંથી કોઈક પાસે કોઈક વસ્તુ મંગાવે કે બહારના ક્ષેત્રનું કામ કરવા માટે કોઈક માણસને મોકલે તો પરમાર્થથી વ્રતભંગ થાય છે; તોપણ અનાભોગાદિથી અલના હોય તો તે અતિચાર કહેવાય અને સૂક્ષ્મબોધનો અભાવ હોય તો પોતે બહારના ક્ષેત્રમાં જતો નથી એવી બુદ્ધિ હોવાથી પોતે વ્રતભંગ કરતો નથી એમ જણાય છે માટે આનયન અને શ્રેષ્ઠ પ્રયોગમાં અતિચારની પ્રાપ્તિ છે.
વળી, શબ્દઅનુપાત, રૂપ અનુપાત અને પુદ્ગલનો પ્રક્ષેપ એ ખરેખર વ્રતભંગ રૂપ જ છે, છતાં બલવાન ઇચ્છાના કારણે બહારનું કાર્ય કરવાનો પરિણામ થાય છે ત્યારે પણ શ્રાવક સ્વયં ગમન કરતો નથી પરંતુ શબ્દાદિ દ્વારા બહારની વ્યક્તિને બોલાવવાનો યત્ન કરે છે; તેથી કંઈક વ્રતના રક્ષણનો પરિણામ છે, માટે અતિચાર છે. વસ્તુતઃ અતિચારના પરિહારપૂર્વક વિશુદ્ધ ભાવથી દિશાનો સંકોચ કરવામાં આવે, તો જ સંવર ભાવની પ્રાપ્તિ થાય, જે ક્રમસર સર્વવિરતિની પ્રાપ્તિનું કારણ બને.
વળી, જેમ ૧૨ વ્રતમાંથી દિક્પરિણામવ્રતનો સંક્ષેપ દેશાવગાસિકવ્રત દ્વારા કરીને સર્વવિરતિનો અભ્યાસ થાય છે તેમ ઉપલક્ષણથી અન્ય પણ હિંસાદિ વ્રતોનો કિંચિત્કાળ માટે સંકોચ કરીને સર્વવિરતિની શક્તિનો સંચય થઈ શકે છે, માટે તે સંકોચ પણ બીજા શિક્ષાવ્રતમાં અંતર્ભાવ પામે છે. ll૩૨/૧૬પા