SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ / અધ્યાય-૩ / સૂત્ર-૩૧, ૩૨ સ્મરણ રહેવું જોઈએ. આમ છતાં જે પ્રમાદી શ્રાવકો છે તે “ઉચિત કાળે મારે સામાયિક કરવું છે તેવી સ્મૃતિને રાખતા નથી” અને કર્યા પછી પણ તેનું વિસ્મરણ થાય છે તે સામાયિકના અતિચારરૂપ દોષ છે. પ્રાજ્ઞ શ્રાવક પ્રાયઃ આવો અતિચાર સેવે નહિ. ક્વચિત્ અનાભોગ આદિથી આવો અતિચાર થઈ શકે પરંતુ મૃતિઅનુપસ્થાપન દોષ પ્રત્યે ઉપેક્ષા કરે તો ઉચિત કાળે મારે સામાયિક કરવું છે એ પ્રકારના ગ્રહણ કરેલા સામાયિક વ્રતમાં ભંગ પ્રાપ્ત થાય. વળી, સામાન્યથી શ્રાવક માટે અનાદર અને સ્મૃતિઅનુપસ્થાપન દોષનો પરિહાર થઈ શકે, પરંતુ સામાયિક દરમ્યાન મનથી પણ દોષનો પરિહાર કરવો અતિદુષ્કર છે, તેથી સામાયિકના ભંગના ભયથી કોઈકને સામાયિક કરવાનો અનુત્સાહ થાય તેના સમાધાન માટે ટીકાકારશ્રી કહે છે કે જે શ્રાવક શક્તિ અનુસાર અતિચારોનો પરિહાર કરવા યત્ન કરે છે અને ક્વચિત્ મનથી સામાયિકના પરિણામમાં યત્ન ન થાય તો મનથી સાવધની પ્રાપ્તિ હોવા છતાં અન્ય યોગોથી સાવઘની નિવૃત્તિ હોવાના કારણે સામાયિકનો અત્યંત અભાવ થતો નથી. વળી, જે શ્રાવક સામાયિક દરમ્યાન જે મનથી અતિચારો થયા છે તેનું સ્મરણ કરીને તેના પ્રત્યે જુગુપ્સા થાય તે પ્રકારે “મિચ્છા મિ દુક્કડમ્' કરે તો તે દોષોની શુદ્ધિ થાય છે. માટે આદ્ય ભૂમિકામાં મનથી કદાચ અતિચાર લાગે તોપણ તે અતિચારોનું સ્મરણ કરીને શુદ્ધ કરવામાં આવે તો કાળે કરીને અભ્યાસથી નિરતિચાર સામાયિકની પણ પ્રાપ્તિ થાય છે. IT૩૧/૧૬૪ના અવતરણિકા : अथ द्वितीयस्य - અવતરણિકાર્ય : દેશાવગાસિક નામના શ્રાવકના બીજા શિક્ષાવ્રતના અતિચારો વ્રત આપ્યા પછી ઉપદેશક શ્રાવકને બતાવે છે – સૂત્રઃ आनयनप्रेष्यप्रयोगशब्दरूपानुपातपुद्गलक्षेपाः ।।३२/१६५।। સૂત્રાર્થ : આનયનપ્રયોગ અને પ્રખ્યપ્રયોગ, શબ્દઅનુપાત અને રૂપઅનુપાત અને પગલક્ષેપ એ બીજા શિક્ષાવ્રતના પાંચ અતિચારો છે. ૩૨/૧૬પા ટીકા - आनयनं च प्रेष्यश्च आनयनप्रेष्यौ, तयोः प्रयोगावानयनप्रेष्यप्रयोगौ, तथा शब्दरूपयोरनुपातौ
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy