________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૨૯, ૩૦
નનુ'થી શંકા કરે છે કે અંગારકમદિ કયા વ્રતમાં અતિચાર છે ? ખરકર્મવ્રતમાં અતિચાર છે એમ કહેવામાં આવે તો વ્રતના વિષયો અને અતિચારોનો શું પરસ્પર ભેદ છે ? અર્થાત્ કંઈ ભેદ નથી; કેમ કે અંગારકર્મ આદિનું ખરકમંદિરૂપપણું છે=આરંભ સમારંભની ક્રિયારૂપપણું છે, તેથી અંગારકમદિને અતિચાર ન કહેવાય, વ્રતભંગ જ કહેવાય એ પ્રકારનો શંકાકારનો આશય છે.
તેમાં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે –ખરકમદિ જ આ છે અંગારકમદિ છે. આથી ખરકમદિ વ્રતવાળા શ્રાવકે અંગારકર્માદિ વર્જવા જોઈએ. વળી, જ્યારે અંગારકમદિમાં અનાભોગ આદિથી પ્રવર્તે છે ત્યારે ખરકર્મવ્રતનાં અતિચારો થાય છે. વળી, જ્યારે આકુટ્ટીથી પ્રવર્તે છે=આ અંગારકર્માદિ મારા વ્રત પ્રમાણે ત્યાજ્ય છે એમ જાણવા છતાં લોભને વશ અંગારકર્માદિમાં પ્રવર્તે છે ત્યારે ભંગ જ છે=વ્રતનો ભંગ જ છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૦/૧૬રા ભાવાર્થ :
શ્રાવક સર્વવિરતિના શક્તિના સંચયના અર્થી છે, તેથી સંપૂર્ણ ભોગોપભોગના ત્યાગપૂર્વક, નિરવદ્ય સંયમજીવન જીવવા માટે અભિલાષવાળા છે, તેથી સંપૂર્ણ નિરવદ્ય જીવનની શક્તિનો સંચયના અંગરૂપ ભોગોપભોગનું પરિમાણ બે રીતે કરે છે : (૧) ભોજનને આશ્રયીને કરે છે. તેના સચિત્ત આદિ પાંચ અતિચારો છે. અને (૨) આજીવિકા અર્થે જે વ્યાપાર આદિ કરે છે તે પણ ભોગોપભોગનું અંગ છે, તેથી જે વ્યાપારનાં કૃત્યોમાં ઘણા આરંભ-સમારંભ હોય તેવાં કૃત્યોનો ત્યાગ કરીને ભોગપભોગ પરિમાણ વ્રત ગ્રહણ કરે છે અને તેના પંદર પ્રકારનાં કર્માદાન કૃત્યો છે, જેના વ્યાપારમાં ઘણો આરંભ-સમારંભ થાય છે, તેથી તે ૧૫ કર્માદાનના ત્યાગનું પચ્ચકખાણ કર્યા પછી અનાભોગ આદિથી તેવું કોઈ કૃત્ય થાય, તો વ્રતમાં અતિચાર લાગે છે અને તે અતિચારોનું જ્ઞાન કરીને શ્રાવક વ્રતના માલિન્યનો પરિહાર કરે છે, જેથી આરંભ-સમારંભનાં કૃત્યોથી કંઈક સંવરભાવને પામીને સર્વવિરતિની શક્તિનો સંચય થાય છે.
વળી, આહારાદિની પ્રવૃત્તિમાં પણ સચિત્ત આદિનો ત્યાગ કરીને શ્રાવક ભોગોપભોગ પરિમાણવ્રતનું પચ્ચખાણ કરે છે, જેના દ્વારા સંવરભાવને પ્રાપ્ત કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે, તે આહાર આદિના પચ્ચખાણમાં પણ અનાભોગ આદિથી કોઈ અતિચાર ન થાય તે માટે સચિત્ત આદિ પાંચ અતિચારોનું જ્ઞાન કરે છે અને યત્નપૂર્વક અતિચારોનો પરિહાર કરીને સંવરભાવની વૃદ્ધિ કરે છે, જેથી ક્રમે કરીને સંપૂર્ણ નિરારંભ જીવનની પ્રાપ્તિ થાય. ૨૯/૧૬શા અવતરણિકા :
अथ तृतीयस्य - અવતરણિકાર્ય :યોગ્ય શ્રોતાને વ્રત આપ્યા પછી ક્રમ પ્રાપ્ત ત્રીજા ગુણવ્રતના અતિચારો ઉપદેશક કહે છે –