________________
અધ્યાત્મગીતા
ગ્રન્થકર્તાનું નામ અને ગ્રન્થરચના સ્થળ
બુત અભ્યાસી માસીવાસી લિંબડી ઠામ શાસનરાગી ભાગી શ્રાવકના બહુધામ, ખરતરગચ્છ પાઠક શ્રી દીપચન્દ્ર સુપસાય
દેવચન્દ્ર નિજ હરખે ગાયે આતમરાય [૪૮] અર્થ-જ્યાં શ્રી જિનશાસનના અનુરાગી અને સૌભાગ્યવાન એવા સુશ્રાવકોના અનેક ગૃહે છે, તેવા લીંબડીનગરમાં ચોમાસું રહીને શ્રુત-શાસ્ત્રના અભ્યાસી, ખરતરગચ્છના પાઠક-ઉપાધ્યાય શ્રી દીપચંદ્રજી મહારાજના સુપસાથે (કૃપાથી) દેવચન્દ્રજીએ હર્ષપૂર્વક આત્મરાજાના ગુણનું ગાન કર્યું છે, અર્થાત આત્મસ્વનું (શાસ્ત્રોક્ત) વર્ણન કર્યું છે.
- વિવેચન- ગ્રન્થકર્તાએ પિતાનું તથા પિતાના ગુરુવર્યનું નામ સૂચવી, તેમની પરમ કૃપાથી આ ગ્રન્થ રચનાનું મંગલકાર્ય લીંબડીનગરમાં સંપૂર્ણ થયું છે, એમ આ ગાથા દ્વારા જણાવ્યું છે, ગ્રન્થ રચનાનું પ્રયોજન
આત્મગુણ રમણ કરવા અભ્યાસે, શુદ્ધ સત્તા રસીને ઉલ્લાસે, દેવચન્દ્ર રચી અધ્યાત્મગીતા, આત્મ રમણ મુનિ સુપ્રતિતા [૪૯]
અથ– આત્મગુણોમાં રમણતા કરવાના અભ્યાસ માટે તથા શુદ્ધ આત્મસત્તાના રસીયા (રસીક) જીવોને ઉલ્લસિત બનાવવા માટે આત્મરમણી (આત્મસ્વભાવમાં રમતા કરનારા) મુનિઓને સુપ્રતીત (સુપ્રસિદ્ધ) આ “અધ્યાત્મગીતા નામના ગ્રન્થની રચના દેવચન્દ્રજીએ કરી છે.
વિવેચન-ગ્રન્થ રચનાનું પ્રયોજન બતાવી ગ્રન્થ સમાપ્ત કરતાં ગ્રન્થકાર મહર્ષિ સમગ્ર ગ્રન્થને સાર પિતાના અનુભવજ્ઞાન વંડ સમજાવવા પ્રયાસ કરે છે. આ “અધ્યાત્મગીતા” નામના ગ્રન્થની રચનાનો ઉદ્દેશ (પ્રયોજન) એજ છે કે-આ ગ્રન્થના અભ્યાસ, ચિન્તન અને મનનદ્વારા મારે આત્મા તથા અનેક ભવ્યાત્માઓ આત્મગુણોમાં નિરંતર રમણતા કરવાનો ઉદ્યમ કરી શકે, તેમજ શુદ્ધ આત્મસત્તાના રસીક છે અધ્યાત્મનું શુદ્ધ સ્વરુપ સરલતાથી સમજી આત્મસાધનામાં અત્યંત ઉલ્લસિત બને એજ અન્ય રચનાનું પ્રયોજન છે.
આત્મરમણી મુનિએ તે આ ગ્રન્થ આત્મસાત કરી લેવો જોઈએ જેથી નિર્વેિદનપણે આત્મસ્વભાવમાં રમણતા થશે, એટલે આત્મજ્ઞાન એ અનુભવજ્ઞાનમાં પરિણામ પામશે, અર્થાત આ ગ્રન્થના વાંચન, ચિંતન અને મનન દારા આત્મસ્વરૂપની ઓળખાણ થશે તેમજ આત્મધ્યાનના સતત અભ્યાસથી સ્વરુપ રમણતા પ્રાપ્ત થશે માટે અધ્યાત્મપ્રિય ભવ્યાત્માઓએ આ ગ્રન્થને કંઠસ્થ કરી તેની અનુપ્રેક્ષા (મનન) કરી આત્મસ્વરૂપની રમણતાને અભ્યાસ કરવા દ્વારા આ પ્રન્થના પરમ રહસ્યને પામો એજ શુભાભિલાષા!