________________
અધ્યાત્મગીતા
૪૫
નય, નિક્ષેપ અને પ્રમાણ દ્વારા જીવ અને અજીવ તત્વનું સ્વરુપ સ્પષ્ટ રીતે સમજવાથી સ્વ–પરને ચેતન–જનો) વિવેક પ્રાપ્ત થાય છે... હું આત્મા છું, જ્ઞાનાદિ અનંત ગુણે એજ મારા છે, અન્ય શરીર, ધન, પરિવારાદિ કોઈ સારા નથી, એ રીતે સ્વ–પરનું વિવેચન (પૃથક્કરણ) કરવાથી આત્મસ્વભાવમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે...
નિશ્ચયનયથી (આત્મ) સ્વરુપ લક્ષ્મી બની વ્યવહારથી અહિંસા, સંયમ અને તપમાં તત્પર બનેલે મુનિ ભવ્ય આત્માઓને શુદ્ધ ધર્મ પમાડી તેમને પણ સંસાર સાગરથી તારે છે. માટે તે મુનિરાજ ભવસાગરને પાર કરવામાં નૌકા (જહાજ) સમાન આલંભૂત છે.
આવા ગીતાર્થ ત્યાગી મુનિભગવંતે દ્વારા જિનાગમનું શ્રવણ કરવાથી જૈનધર્મની સાચી ઓળખાણ થાય છે.
વસ્તુ તવે રમ્યા તે નિન્ય, તત્વ અભ્યાસ તિહાં સાધુ પંથ, તિણે ગીતાથ ચરણે રહિએ, શુદ્ધ સિદ્ધાંત રસ તે લહિm[૪૭]
અર્થ - જે આત્મસ્વભાવમાં રમે છે તેજ નિન્ય (બાથ-અત્યંતરગ્રથી રહિત) મુનિ છે. આત્મતત્વને અભ્યાસ એજ મુનિમાર્ગ છે. (સાધુ જીવનની સાધના છે). માટે (તત્વ જિજ્ઞાસુઓએ) ગીતાર્થ મુનિની સેવા ભક્તિમાં તત્પર રહેવું જોઈએ, જેથી શુદ્ધ સિદ્ધાંત-શાસ્ત્રના અભ્યાસવડે જ્ઞાનરૂપ અમૃતરસની પ્રાપ્તિ થાય...
વિવેચન – જે સ્વ–પરને વિવેક પ્રાપ્ત કરીને આત્મતત્વમાં રમણતા કરે છે, તેજ નિગ્રંથ મુનિ છે. કારણ કે આત્મતત્વની પૂર્ણતા પ્રાપ્ત કરવાનાં સુસાધને નિશ્ચયથી આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન અને આત્મરણારુપ રત્નત્રયી જ છે. અને તે રત્નત્રયીમાં નિરંતર પ્રવૃત્તિ કરવી તેજ તત્વ અભ્યાસ છે અને તેને જ “સાધુપંથ” (મુનિમાર્ગ) કે “ભાવ ચારિત્ર” કહેવામાં આવે છે. તથા પંચમહાવ્રતનું પાલન, ચરણ—કરણ સિત્તરીનું પાલન, નિર્દોષ આહાર ગ્રહણ વિગેરે ભાવચારિત્રના કારણભૂત હોવાથી દ્રવ્યચારિત્ર છે, પરંતુ દ્રવ્યચારિત્રના પાલન સાથે શાસ્ત્ર વાંચન પોતે કરે અને બીજાને પણ કરાવે છતાં શુદ્ધ ઉપયોગ પણે ન વર્તે તે દિવ્યચારિત્રી કહેવાય.
આત્મસ્વરૂપમાં એકતા સ્થિરતા, રમણતા, નિશ્ચલતા એ ભાવચારિત્રનું લક્ષણ છે. માટે તેવા સુવિશુદ્ધ ચારિત્રધારક ગીતાર્થ મુનિના ચરણકમલની સેવાધાર શુદ્ધ સ્યાદવાદ સિદ્ધાંત (જિનવાણી) ૫ સુધારસનું પાન કરી શકાય છે.
૧ ( ગુજથા
....)