________________
અધ્યાત્મગીતા
વિવેચન-દરેક વસ્તુનું સ્વરુપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરુપ ચતુર્ભાગીદાર વિચારવાથી તે વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટપણે સમજી શકાય છે. અહીં સિદ્ધ પરમાત્માનું
સ્વરુપ પણ દ્રવ્યાદિની અપેક્ષાએ વર્ણવે છે– - (૧) દ્રવ્યની અપેક્ષાઓ-સિદ્ધાત્મ જ્ઞાનાદિ ચેતના-ગુણ સહિત હેવાથી તે એક ચેતનદ્રવ્ય છે. અને સર્વ *લેશ્યા રહિત હેવાથી તે અલેશી છે.
(૨) ક્ષેત્રની અપેક્ષાઓ-સિદ્ધાત્મા પિતાના અસંખ્યાતપ્રદેશોમાં રહેલા હોવાથી અસંખ્યપ્રદેશી છે ..
(૩) કાળની અપેક્ષાએ – સિદ્ધાત્મા ઉત્પાદ, વ્યય અને ધ્રુવ સ્વરૂપવાળા છે, જેમ જાણવા અને જવારુપ કાર્યને સમયે સમયે ઉત્પાદ થાય છે, અર્થાત અભિનવ પર્યાયની ઉત્પત્તિ થાય છે અને પૂર્વ પર્યાયને નાશ થાય છે, પણ જ્ઞાનાદિ અનંતગુણ પ્રગટેલા છે તે ધ્રુવપણે સદાકાળ-શાશ્વતા જ હોય છે.
(૪) ભાવની અપેક્ષાઓ-સિદ્ધાત્મા સ્વગુણ પર્યાયમાં શુદ્ધ ઉપગવાળા બની સ્વભાવ-સુખને અનુભવે છે. [ગુણ પર્યાયની સ્વ સ્વ કાર્યમાં પ્રવૃત્તિ એજ “ભાવ” કહેવાય છે.] – નિક્ષેપાદિ વડે સિદ્ધ સ્વરુપની વિચારણા :
સાદિ અનંત અવિનાશી અપ્રવાસી પરિણામ.. ઉપાદાન ગુણ તેહિજ કારણ-કાર્યધામ... શુદ્ધ નિક્ષેપ ચતુષ્ટય જુત્તો રો પૂર્ણાનંદ.
કેવલનાણી જાણે જેહના ગુણને છંદ. [૨] અર્થ - સિદ્ધાત્મા સાદિ અનંત સ્થિતિવાળા છે, અવિનાશી, અપ્રયાસી (પ્રયાસ વિના સ્વભાવમાં પ્રવૃત્તિ) પરિણામવાળા છે, પિતાના પરિણામિક સ્વભાવમાં વર્તે છે) તેમજ ઉપાદાન આત્મા અને જ્ઞાનાદિ ગુણ તે કારણ, જાણવા જેવા (દેખવા) રુ૫ પ્રવૃત્તિ તે કાર્ય. એ રીતે કર્તા, કારણ, કાર્ય ત્રણ સ્વરૂપમાં એકતાપણે પરિણમે છે. અને નિર્મલ ચાર નિક્ષેપાયુક્ત અને પૂર્ણાનંદને ભોગવવામાં તન્મય થયેલા તે સિદ્ધ પરમાત્માના ગુણેના વાસ્તવિક સ્વરુપને તે કેવલજ્ઞાનીજ જાણી શકે છે. + गुण पर्यायवद् द्रव्यम् * કૃષ્ણ, નીલ, કાપિત, તેજે (પી), પણ, ગુફલ.