________________
અધ્યાત્મગીતા
અનાદિથી પરઅનુયાયીપણે પ્રવર્તતી હતી, તે હવે સ્વરુપ અનુયાયીપણે પ્રવર્તવા લાગી... અને અનાદિથી જે વિભાવદશાનું પ્રહણ થતું હતું તે દૂર થયું અને અવિનાશી આત્મસ્વરૂપનું ગ્રહણ થવા લાગ્યું.
કર્મના ઉદય (અબાધાકાલપૂર્ણ થતાં ફળ આપવા તૈયાર થયેલા કર્મ) અને ઉદીરણ (લેચાદિ કષ્ટ દ્વારા ઉદય અપ્રાપ્ત કર્મોને ઉદયમાં લાવવા તે) દ્વારા પણ પૂર્વ કર્મોની નિજર થવા લાગી. પરંતુ તે વખતે (આત્મામાં કષાય૩૫ ચીકાસ અત્યલ્પ હેવાથી) આત્મા નિરસ પરિણામવાળો હેવાથી કર્મબંધ પણ થતું નથી અર્થાત જે પ્રત્યાનપૂર્વક કે અનુપયોગપણે બાથભાવોમાં પ્રવર્તતે વીર્ય (ગ) અનેક કર્મ ગ્રહણ કરતા હતા, તે હવે સ્વરુપના ઉપયોગમાં પ્રવર્તવાથી તેવા પ્રકારને કર્મબંધ થતો નથી.
દેશપતિ જબ થા નીતિ રંગી, તદા કુણુ થાય કુન ચાલ સંગી યદા આતમા આત્મભાવે રમાશે, તદા બાધકભાવ દૂરે ગુમાવ્યો [૩૧]
અથ-ન્યાયપ્રિય રાજાની પ્રજા અનીતિ આચરી શકે નહિ, તેમ અસંખ્યપ્રદેશ આત્મા જ્યારે સ્વભાવ રમણતારુપ નીતિપ્રિય બને છે ત્યારે કુનયઅનીતિ વિભાવદશા ને આશ્રય કયા ગે કરી શકે? જ્યારે આત્મા આત્મભાવ સ્વિભાવ માં રમવા લાગ્યો ત્યારે બાધકભાવ વિભાવદશા દૂર ભાગવા લાગે...!
વિવેચન-પહેલે અર્થ-જેમ નીતિપ્રિય રાજા સ્વયં અનીતિ - અન્યાયના માર્ગે ચાલતો નથી પણ ન્યાયમાગને અનુસરે છે, તેમજ બી જાને પણ ન્યાયમાર્ગે દોરે છે અને અન્યાયથી અટકાવે છે, તેમ જે આત્મા અસંખ્ય પ્રદેશ દેશમાં સમ્યગુન્યાયપૂર્વક પ્રવૃત્તિ કરે છે. અર્થાત સ્વભાવદશામાં રમણતા કરે છે, તે વિભાવરુપ [અન્યાયી પ્રવૃત્તિ કરવા દ્વારા પરદેશને રંગી બનતું નથી.
બીજો અર્થ-જે દેશને ન્યાયપ્રિય રાજા સ્વયં નીતિપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેની પ્રજા પણ ન્યાયનીતિપુર્વકજ પ્રવૃત્તિ કરતી હોય છે. અર્થાત અન્યાય અનીતિનું આચરણ કરે નહિ, તેવી રીતે જ્યારે આત્મા સ્વભાવમાં રમણતા કરવા લાગે છે ત્યારે તેના જ્ઞાનાદિ ગુણે પણ સ્વ સ્વીકાર્યમાં પ્રવર્તવા લાગે છે. અર્થાત્ વિભાવદશા પરિણમનરૂ૫ અન્યાય અનીતિના માર્ગે કઈ પણ ગુણ પવર્તતા નથી ..