________________
અધ્યાત્મગીતા
૩૧
- વિવેચન -સ્વગુણ૦૫ તીક્ષ્ણ શસ્ત્રથી કર્મોને ક્ષય કરનાર આત્મા સમયે સમયે અસંખ્યાતગુણ નિર્જરા કરીને ગુણેથી આત્માને પૂર્ણ બનાવે છે. જેમ સૂર્યની આડે આવેલા વાદળથી દૂર થતાં તેને પ્રકાશ પ્રગટતું જાય છે, તેમ સમયે સમયે થતી કમ નિર્જરાના ગે કમવરણ દૂર થવાથી આત્મામાં જેમ જેમ ગુણાની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ વિલાસ વધવાથી સાધનાથકિત [આત્મસ્વભાવની રમણતારુપ વધતી જાય છે.
પ્રગટ્ય આતમ ધમ થયા સવિ સાધન રીતબાધકભાવ રહણતા ભાગી જાગી નીત... ઉદય ઉદીરણા તે પણ પૂરવ નિરા કાજ...
અનભિસંઘિ બંધકતા નિરસ આતમરાજ... [૩૦] અર્થ - (આત્મશક્તિ વધવાથી) આત્મગુણે પ્રગટ થતાં – કર્તવાદિ પાંચ શક્તિ સ્વરૂપે અનુયાયી થઈને સાધનપણે પરિણમવા લાગી. તેથી બંધ ભાવ (વિભાવ)નું ગ્રહણ દૂર થઈ ગયું, કમ પ્રકૃતિના ઉદય ઉદીરણ પણ પૂર્વ કર્મની નિર્જરાના હેતુભૂત થયા તથા અભિસંધિ જ વિર્ય (પ્રયત્નપૂર્વક થતી પ્રવૃત્તિ) ના કારણે જે કર્મબંધ થતા હતા તે ટળી જવાથી આતમરાજ નિરસ બને.
વિવેચન - પૂર્વ ગાથામાં બતાવ્યા પ્રમાણે સાધનાશક્તિ (આત્મશક્તિ)ને વિકાસ થવાથી (આત્માના) અનેક ગુણોને પ્રાદુર્ભાવ થયો અને જે કવાદિ x પાંચ શક્તિઓ X[૧] કવશક્તિ – અનાદિથી પરવ્યરૂપ વિભાવદશાના કતપણે પ્રવર્તતી હતી,
તે હવે સ્વરુપ કર્તાપણે પ્રવર્તાવા લાગી, [૨] ભતૃત્વશક્તિ- પરપુગલાદિ વિભાવદશાના ભાગમાં પ્રવર્તતી હતી, તે હવે
સ્વગુણ-પર્યાયના ભેગમાં પ્રવર્તવા લાગી..., [૩] રક્ષકત્વશક્તિ- અનાદિથી પરવ્યના રક્ષકપણે પ્રવર્તતી હતી, તે હવે સ્વભાવના
રક્ષકપણે પ્રવર્તવા લાગી, [૪] વ્યાપકત્વશક્તિ-અનાદિથી પરદ્રવ્યમાં વ્યાપકપણે પ્રવર્તતી હતી, તે હવે
સ્વભાવ રમણતામાં વ્યાપકપણે પ્રવર્તવા લાગી.... [૫] ગ્રાહકત્વશક્તિ- અનાદિથી પરદ્રવ્યના ગ્રાહકપણે પ્રવર્તતી હતી, તે હવે સ્વભાવ
ગ્રાહકપણે પ્રવર્તવા લાગી,